Corona Update in Gujarat: ગુજરાતમાં 24 કલાકમાં 226 કેસ, અમદાવાદ પોઝિટિવ કેસમાં અગ્રેસર
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો ઘટાડો જોવા (Corona cases in Gujarat )મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 226 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા(Corona Update in Gujarat)છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 1524 થયા છે. આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.
Corona Update in Gujarat: ગુજરાતમાં 24 કલાકમાં 226 કેસ, અમદાવાદ પોઝિટિવ કેસમાં અગ્રેસર
By
Published : Jun 21, 2022, 8:41 PM IST
ગાંધીનગર:ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે (Corona cases in Gujarat )ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 226 કેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ (Corona Update in Gujarat)કેસ 1524 થયા છે. પરંતુ વેન્ટિલેટર ઉપર 02 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 1522 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે. આજે 163 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી.
આજે 55,584 રસીકરણ થયું - કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે. આજે 21 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 55,584 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિકોશન ડોઝમાં 27,126 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 5633 બીજા ડોઝમાં 8656 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,09,65819 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.