રાજયમાં વર્ષ 2020માં 21 IAS અને 10 IPS રિટાયર્ડ થશે - Gujarat IPS
રાજ્યમાં સુસાશન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે મહત્વની ભૂમિકા IAS અને IPS દ્વારા નિભાવવામાં આવે છે. ગુજરાતમાં પહેલેથી જ ઉચ્ચ અધિકારીઓની ઘટ જોવા મળે છે ત્યાં હવે વર્ષ 2020માં ગુજરાત કેડરમાંથી 21 IAS અને 10 જેટલા IPS વયમર્યાદાના કારણે રીટાયર થઇ રહ્યાં છે ત્યારે રાજ્યમાં આવનાર દિવસોમાં ઉચ્ચ અધિકારીઓની વધુ ખોટ પડવા સાથે અનેક મહત્વની જગ્યાઓ ખાલી રહેશે...
રાજયમાં વર્ષ 2020માં 21 IAS અને 10 IPS રિટાયર્ડ થશે
ગાંધીનગર : રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંભાળતા 10 આઇપીએસ અધિકારીઓ 2020માં સેવાનિવૃત્ત થશે તો બીજી તરફ ૨૧ સનદી અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારે જ આંકડો બહાર પાડ્યો હતો કે રાજ્યમાં કુલ ૬૫ જેટલા આઈએએસ અધિકારીઓની ખોટ છે જ્યારે ૪૭ આઇપીએસ અધિકારીઓની ઘટ છે ત્યારે જો વધુ ૩૦ જેટલા અધિકારીઓ વયમર્યાદાને કારણે રિટાયર થાય તો આગામી સમયમાં સૌથી વધુ આઇએએસ અને આઇપીએસની ખાલી જગ્યા ગુજરાત કેડરમાં જોવા મળે.