સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "ડિસેમ્બરમાં યોજાનારી વિદ્યુત સહાયકની પરીક્ષા અંતિમ સમયે રદ કરવામાં આવી હતી. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના આર્થિક અનામતના નિર્ણયના કારણે લેવાયો હતો. જેમાં હવે રાજ્ય સરકાર દ્વારા 2000થી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. સાથે જ ઉમેદવારોની જે ક્વોલિફિકેશન હતું તે પણ ગ્રેજ્યુએટ કરવામાં આવ્યું છે.
ઊર્જા વિભાગમાં 2,087 વિદ્યુત સહાયકોની ભરતી થશે: સૌરભ પટેલ
ગાંઘીનગરઃ રાજ્યમાં ઊર્જા વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં અંતિમ સમયે રાજ્ય સરકાર દ્વારા ભરતી રદ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે એવી બાહેંધરી પણ આપી હતી કે, ટૂંક સમયમાં ભરતી કરવા આવશે. જેના પગલે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, ડિસેમ્બરના અંત સુધીમાં 2087 વધુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવશે.
આ ઉપરાંત વિદ્યુત સહાયક પરીક્ષા બાદ એન્જીનિયરોની પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમજ વિદ્યુત સહાયકની પરીક્ષામાં 10 ટકા જેટલી બેઠક અનામત આપવામાં આવશે. જેમાં આર્થિક અનામતમાં સમાવેશ થતાં ઉમેદવારોને સમાવેશ કરાશે.આમ, ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીના પ્રારંભમાં સરકાર દ્વારા ફરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે."
છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારા દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓમાં એકવાર ફરી વિદ્યુત સહાયકની પરીક્ષા જાહેર થઇ છે. ત્યારે વિદ્યુત સહાયકની પરીક્ષામાં કોઇ ગેરરીતી ન થાય તે માટે રાજ્ય સરકારે સંર્પૂણ તૈયારીઓ કરી હોવાનું ઊર્જાપ્રધાને જણાવ્યું હતું.