ગાંધીનગર: રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ નવા 256 કોરોના વાઇરસના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. નવા 256 કેસો સામે આવતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 3071 સુધી પહોંચ્યો છે.
આ બાબતે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં 256 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં જ 182 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે ગુજરાતમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 3071 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં 282 લોકો રિકવર થયા છે, જેમાં આજે 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.
જેથી ગુજરાતમાં કુલ 282 લોકોએ કોરોના સામેની જંગમાં જીતીને સાજા થયા છે. આ ઉપરાંત કોરોના વાઈરસથી રાજ્યમાં કુલ 133 લોકોના મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,315 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
શનિવારે નોંધાયેલા કેસો
અમદાવાદ- 182
આણંદ- 05
બનાસકાંઠા -11
ભાવનગર -05
છોટા ઉદેપુર- 02
ગાંધીનગર- 04
મહીસાગર -01
નવસારી -01
પંચમહાલ -02
પાટણ- 01
સુરત -34
સુરેન્દ્રનગર-01
બરોડા -07
અમદાવાદ શહેરમાં આવેલ નવા કેસોની વિસ્તાર પ્રમાણે વિગત જોઈએ તો દરિયાપુર, ઇશનપુર, ગોમતીપુર, મણિનગર, ઘોડાસર, કાંકરિયા, વસ્ત્રાલ, નારોલ, વટવા, આંબાવાડી, નિકોલ, ખોડીયારનગર, જુના વાડજ, ચાંદલોડિયા, ચાણક્યપુરી, ઘાટલોડિયા, જુહાપુરા, વેજલપુર, થલતેજ, અસારવા, સરસપુર, જમાલપુર, બહેરામપુરા, રાયપુર, રખિયાલ અને શાહઆલમમાં કોરોનાના કેસ નોંંધાયા છે.