ગાંધીનગર: બીજી ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ખાદી ખરીદી મુદ્દે મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યમાં ખાદી ખરીદીમાં 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
ગાંધી જયંતિ નિમિતે સીએમ રૂપાણીની ભેટ, ખાદીની ખરીદીમાં 20 ટકા ડિસ્કાઉન્ટ - ગાંધી જયંતિનું મહત્વ
બીજી ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાદી પ્રેમીઓને ભેટ આપી છે. રાજ્યમાં ખાદી ખરીદીમાં 5 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં આગામી ૫મી ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં તેનો વ્યાપ જન-જન સુધી અને લોકો ખાદીની ખરીદી માટે પ્રેરિત થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતાં ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ભાવ સાથે રૂપાણીએ ખાદીની ખરીદીમાં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ગાંધી જયંતીના દિવસે રાજ્યના મંત્રીઓ અને પ્રધાનો ખાદીની ખરીદી કરીને ગાંધી જન્મજયંતીની ઉજવણી કરતા હોય છે. સાથે જ ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે કોઈપણ કાર્યક્રમનુંં આયોજન કરવામાં આવ્યુ નથી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફક્ત ખાદીની ખરીદીમાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને ખાદી ખરીદીના કાર્યક્રમો જાહેર કર્યા નથી.