ગુજરાત

gujarat

ETV Bharat / state

BSFનો સ્થાપના દિવસ: 1 વર્ષમાં 20 પાકિસ્તાની પકડાયા, આધુનિક શસ્ત્રોથી બોર્ડર સુરક્ષિત - GND

ગાંધીનગરઃ ગાંધીનગર ચિલોડા હાઇવે પર આવેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ કેમ્પસમાં BSFનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજે એટલે કે 1 એપ્રિલના રોજ રાજસ્થાન ફન્ટીયરમાંથી ગુજરાત ફ્રન્ટીયર અલગ કરવામાં આવ્યું હતું. જેને લઇ આજે ગુજરાત સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો.

ગાંધીનગર

By

Published : Apr 1, 2019, 5:57 PM IST

આ સમયે BSFના અધિકારી જી.એસ.મલિકે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં 20 પાકિસ્તાની પકડવામાં આવ્યા છે. હવે અત્યાધુનિક શસ્ત્રો સાથે બોર્ડર સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ગાંધીનગરમાં BSF સ્થાપના દિવસની થઈ ઉજવણી

મહત્વનું છે કે 1 એપ્રિલ 2004ના રોજ ગુજરાત પ્રાંતીય અલગ કરવામાં આવ્યું હતું. ત્યારે શરૂઆતમાં ત્રણ ક્ષેત્રીય કાર્યાલય હતા. જ્યારે 12 બટાલિયન સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં13 બટાલિયન અને એક જલ સ્કંદ તથા બે એન્ટી રેજીમેન્ટ છે. જેની એક બટાલિયન એન્ટી નક્સલઓપેરશન ડ્યુટી ઓરિસ્સાના કોરાપુતમાં કામગીરી કરી રહી છે,જ્યારે સરક્રિક વિસ્તારના 826 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત ફ્રન્ટિયરના અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કહ્યું કે, હાલમાં બોર્ડર ઉપર તણાવગ્રસ્ત સ્થિતિ છે. પરંતુ આપણા જવાનો સારી કામગીરી કરી રહ્યા છે. સરક્રિક વિસ્તારમાં પણ જવાનો શ્રેષ્ઠ રીતે બજાવી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં બી.એસ.એફ દ્વારા 20 પાકિસ્તાની પકડવામાં આવ્યા છે. જ્યારે બોર્ડરના જવાનોને ટેકનોલોજીથી સજ્જ હથિયાર આપવામા આવ્યાં હોવાના કારણે જવાનો દેશની સુરક્ષા કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details