ગાંધીનગર: કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાએ (Union Health Minister Mansukh Mandaviya) જાહેરાત કરી કે, દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર મુસાફરોના આર.ટી.પી.સી.આર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે આવનારા સમયમાં માસ્ક પણ સમગ્ર દેશમાં ફરજીયાત કરવામાં આવશે. ચીન અને વિશ્વના 10 મોટા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત એરપોર્ટની વાત કરવામાં આવે તો ગુજરાતના અમદાવાદ સુરત અને રાજકોટ એરપોર્ટ ઉપર ખાસ સ્ક્રિનિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ના એરપોર્ટ પર સ્ક્રીનિગ શરૂ:રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (State Health Minister Rishikesh Patel) પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશા નિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર 2 ટકા પેસેન્જરને રેન્ડમ ચેક કરવામાં આવશે, તેમજ સ્વૈચ્છિક રીતે RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતની કરવામાં આવી છે. જ્યારે ચીન, અમેરિકા, યુરોપ ના દેશોથી આવતા મુસાફરોને ચેક કરવામાં આવશે. જ્યારે તમામ મુસાફરોને પોતાના ઘરે રહેવા હોટેલમાં કોરોન્ટાઇલ રહેવાની ફરજ પાડવામાં આવશે.
રાજ્યમાં ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સ: ગુજરાતમાં ટેસ્ટીંગની વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 10,000 જેટલું ટેસ્ટિંગ હાલના તબક્કામાં કરવામાં આવે છે. જ્યારે આવનારા દિવસોમાં આ ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવશે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે (Health Secretary Manoj Aggarwal) પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના દિવસોમાં કુલ 5000 જેટલા ટેસ્ટીંગને જીનમ સિક્વન્સમાં મોકલવામાં આવી રહ્યા છે. હજી સુધી બે કેસને બાદ કરતા એક પણ કેસમાં નવો વેરિએન્ટ જોવા મળ્યો નથી.