મળતી માહિતી મુજબ ચિલોડા પોલીસ સ્ટેશનના PI એચ. એ. જાડેજા નાઈટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાત્રે 12 વાગ્યે એક હોટલ પાસે હિન્દી ભાષામાં નંબરપ્લેટ લખેલી રાજસ્થાન પાસિંગની કાર ઉભેલી જોવા મળી હતી. જેથી તેને ચેક કરવા જતા અલ્ટો કારના ચાલકે પોતાની કાર હિંમતનગર તરફ ભગાવી હતી. જેથી PIએ સ્ટાફ સાથે મળી કારનો પીછો કર્યો હતો. ચિલોડાથી છાલા સુધી પોલીસે પીછો કરીને અલ્ટો કારને ઓવરટેક કરી લીધી હતી. જેથી અલ્ટો કારના ચાલકે કાર ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. જોકે આગળ જતાં રસ્તાનું કામ ચાલુ હોય મુકાયેલા બેરીકેટ તોડી કાર રોડના કિનારે ફસાઈ ગઈ હતી. જેથી ચાલક કાર મુકીને ભાગી ગયો હતો.
ગાંધીનગરના છાલા પાસેથી કારમાંથી પકડાયો 2 લાખનો ગાંજો - Gandhinagar update
ગાંધીનગરઃ તાલુકાના છાલા ગામ પાસે કારમાંથી 33.051 કિલોગ્રામ ગાંજો ઝડપાયો હતો. ચિલોડા પોલીસે પીછો કરતાં રાજસ્થાન પાસિંગની કારનો ચાલક 1.98 લાખની કિંમતનો ગાંજો મુકીને ફરાર થઈ ગયો હતો. જેને પગલે પોલીસે 2.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
![ગાંધીનગરના છાલા પાસેથી કારમાંથી પકડાયો 2 લાખનો ગાંજો ગાંધીનગરઃ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5778943-thumbnail-3x2-gg.jpg)
પોલીસે RJ-24-CA-5852 નંબરની કારમાં તપાસ કરતાં અંદરથી 15 પેકેટમાં ભરેલો 33.051 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. 6 હજાર કિલોના ભાવે ગાંજાની કિંમત 1,98,306 અંકાઇ હતી.જેથી પોલીસે ગાંજો અને કાર મળી 2,98,306ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારના નંબરના આધારે ચાલક સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. કારમાં ચેક કરતાં આરસી બુકની નકલ તથા એક જોરાવરસિંહનાં નામનું મોબાઈલનું બીલ મળી આવ્યું છે. જ્યારે કાર રાજસ્થાનનાં સિરોહીનાં રહેવાસી પ્રવીણ રમેશ રાવલનાં નામે રજીસ્ટર થયેલી છે. જેથી પોલીસે બંનેના આધારે આરોપી સુધી પહોંચવા માટે કવાયત શરૂ કરી છે.