બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવાના હેતુથી એક માસ માટે ‘સહિયારી કૂચ-4’નું રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે 13 જૂનથી 12 જુલાઈ એમ એક મહિનાના સમયગાળા દરમિયાન 3063 સંસ્થાઓની મુલાકાત કરીને 14 વર્ષથી નીચેની વયના કુલ- 48 બાળકો અને 14 થી 18 વર્ષ સુધીની વય ધરાવતા 5 કિશોરને જોખમી વ્યવસાયમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ બાળકોને કામે રાખનાર 39 માલિકો સામે FIR નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત બિનજોખમી વ્યવસાયમાંથી 14થી 18 વર્ષ સુધીની વય ધરાવતા 196 કિશોર શ્રમયોગીઓ તપાસ દરમિયાન કામ કરતા મળી આવતા તેઓને કામે રાખતી સંસ્થાઓ સામે બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
રાજ્યમાં 196 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાયા, 39 શખ્સ વિરુદ્ધ કાર્યવાહી - Gujarati news
ગાંધીનગરઃ રાજ્યમાં બાળ મજૂરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ બાળ મજૂરીનો કાયદો મજબૂત બનાવ્યો છે. તેમ છતાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારને મળેલી માહિતી પ્રમાણે જે તે ફેકટરીમાં રેડ પાડીને કુલ 196 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગેરકાયદેસર બાળકોને મજૂરી પર રાખતા કુલ 39 ફેકટરી માલિકો પર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
ફાઈલ ફોટો
વર્ષ 2016માં બાળ અને કિશોર શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન અધિનિયમમાં થયેલા સુધારાથી 14 વર્ષથી નીચેના બાળકોને કોઇપણ પ્રકારના કામે રાખવા પર અને 14 થી 18 વર્ષ સુધીની વય ધરાવતા કિશોરને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે. જેમાં કામે રાખનાર માલિકની તત્કાલ ધરપકડ કરી ગુના બદલ રૂપિયા 20,000 થી લઇને 50,000/- સુધીનો દંડ અથવા 6 માસથી 2 વર્ષ સુધીની જેલ અથવા બંને સજા થઇ શકે છે.