ગાંધીનગર : સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના રોજ સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવે છે ત્યારે આગામી 15મી ઑગસ્ટે ગુજરાત પોલીસના 19 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો એનાયત કરવામાં આવશે.
ગુજરાત પોલીસમાં હાલ ફરજ બજાવતા જે અધિકારીઓને અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા અથવા પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો આપવામાં આવશે તેની યાદી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે નીચે મુજબ છે:
વિશિષ્ટ સેવા અંગે જે અધિકારીઓ અને જવાનોને ચંદ્રક મળશે તેની વિગત
1. ડોક્ટર નીરજા ગોટરું, ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ
2. એન વી વઘાસિયા , વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
પ્રસંશનીય સેવા અંગેના પોલીસ ચંદ્રક:
1. એસ.કે ત્રિવેદી , બીન હથિયારી નાયબ પોલીસ અધીક્ષક
2. વી એમ જાડેજા, બીન હથિયારી નાયબ પોલીસ અધીક્ષક
3. જે એસ ચાવડા, બીન હથિયારી નાયબ પોલીસ અધીક્ષક
4. એસ એલ ચૌધરી, બીન હથિયારી નાયબ પોલીસ અધીક્ષક
5. આશુતોષ પરમાર, બીન હથિયારી નાયબ પોલીસ અધીક્ષક