ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યારે માણસા તાલુકાના ચડાસણા ગામમાં અગાઉ પિતા-પુત્ર સહિત બે કેસ નોંધાયા હતાં. જ્યારે આજે વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં ચડાસણા ગામના 64 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બદપુરા ગામમાં 32 વર્ષીય યુવક જે પોલીસમાં ફરજ બજાવે છે તે પણ કોરોનાથી પ્રભાવિત થયો છે. જામડામાં 25 વર્ષીય યુવક અને પુંધરામા 60 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે.
ગાંધીનગરમાં આજે 18 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 75એ પહોંચ્યો - coronavirus news gandhinagar
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. દિન પ્રતિદિન કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતી જાય છે. આજે ગાંધીનગર જિલ્લામાં 18 નવા કેસ નોંંધાયા છે. આ સાથે જિલ્લામાંં કુલ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 75એ પહોંચી છે.
એક જ દિવસમાં માણસા તાલુકામાં 4 કેસ સામે આવ્યા છે. કલોલમાં આજે બપોર બાદ બે કેસ નોંધાયા છે. જેમાં હરીદર્શન ફ્લેટમાં રહેતી 50 વર્ષીય મહિલા પોઝિટિવ આવી છે. આ મહિલાના 8 પરિવારજનોને કવોરનટાઈન કરવામાં આવ્યા છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમના પરિવારજનો સહિત સંપર્કમાં આવેલા કુલ 16 લોકોને ક્વોરેનટાઈન કરાયા છે.
જ્યારે દહેગામ તાલુકામાં પણ આજે બે કેસ સામે આવ્યા છે. હરખજીના મુવાડા ગામના 75 વર્ષના વૃદ્ધ કોરોનાથી પ્રભાવિત થયા છે. જેના પરિવારના લોકો હોટસ્પોટ ચાંદખેડામાં વિસ્તારમાં ગયા હતા. બીજા કોરોનાગ્રસ્ત દર્દીમાં ઇસનપુર ડોડીયામાં 30 વર્ષના પુરુષ છે. જ્યારે ગાંધીનગર શહેરમાં બપોર બાદ વધુ બે કેસ સામે આવ્યા છે. સેક્ટર 22માં રહેતી 25 વર્ષીય યુવતી જે અમદાવાદ કિડની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો 24 વર્ષીય યુવક પણ કોરોનાથી પ્રભાવિત થયો છે.
આ સાથે ગાંધીનગરના તાલુકાના ઝુંડાલ ગામના શ્યામ સૃષ્ટિ બંગલોઝમાં 26 વર્ષીય યુવક પોઝીટીવ આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં 17 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કુલ આંંકડા 75ને પાર પહોંચ્યો છે.