ગાંધીનગર : શહેરમાં કોરોનામો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રવિવારે વધુ 17 કેસ સામે આવ્યા હતા. જેના પગલે સંક્રમિતોની કુલ સંખ્યા 563 પર પહોંચી છે.
ગાંધીનગરમા આજે કોરોના વાઇરસના 17 કેસ સાથે કુલ 563 સંક્રમિત - 17 cases of corona were reported in Gandhinagar today
શહેરમાં કોરોના વાઇરસના પોઝીટીવ દર્દીઓના આંકડા સતત વધી રહ્યા છે, ત્યારે આજે રવિવારે વધુ 17 કેસ સામે આવ્યા છે. જેમાં દહેગામમાં 1, માણસામા 1, કલોલમાં 2 ગાંધીનગર શહેરમાં 6 અને ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ સામે આવ્યા છે. જેની સાથે જ ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આંકડો 563 ઉપર પહોંચ્યો છે.
દહેગામમા સુજાના મુવાડામા રહેતો 68 વર્ષીય વૃદ્ધ જે દુકાન ધરાવે છે, તે સંક્રમિત થયો છે. ઉપરાંત માણસા તાલુકાના પ્રેમપુરા વેડામા રહેતી 25 વર્ષીય યુવતી વીસનગરમાં બેસણામાં ગઇ હતી. જ્યાં અમદાવાદના લોકો પણ આવ્યા હોવાથી સંક્રમિત થઇ હોવાની શક્યતા જોવા મળી રહી છે. કલોલમા રહેતી 36 વર્ષીય અને 72 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે.
મહાપાલિકા વિસ્તારમાં આજે વધુ 6 કેસ સામે આવ્યાં છે. જેમાં સેક્ટર-3-ડી 66 વર્ષીય મહિલા સંક્રમિત પૂત્રવધુને કોરોના થયો હોવાથી ચેપ લાગ્યાનું અનુમાન લગાવ્યું છે, જેના પરિવારની 4 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાઈ છે. સેક્ટર-25, સૂર્યનારાયણ સોસાયટી રહેતાં અને જીઆઇડીસી 25ની ખાનગી કંપનીમાં સ્ટોર ઇન્ચાર્જ 57 વર્ષીય પતિ અને 54 વર્ષીય પત્ની કોરોનાથી સંક્રમિત થયાં છે. સેક્ટર-23, માંગલ્ય ફ્લેટમા રહેતી અને સેક્ટર-6ની શૈક્ષણિક ઇન્સ્ટિટ્યુટમાં નોકરી કરતી 39 વર્ષીય મહિલા કોરોનામાં સપડાતા પરિવારના ત્રણ સભ્યોને ક્વોરન્ટાઇન કરાયા છે. સેક્ટર-26 ગ્રીનસીટીમા પતિ બાદ હવે 50 વર્ષીય પત્ની કોરોના પોઝિટિવ આવી છે. સેક્ટર-20મા રહેતો અને સામાન્ય વહિવટી વિભાગમાં નોકરી કરતા 42 વર્ષીય યુવાન કોરોનામાં સપડાતા પરિવારની ત્રણ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાઈ છે.
ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 6 કેસ સામે આવ્યાં છે. જેમાં કુડાસણમા 52 વર્ષીય આધેડ, નાના ચિલોડામા 66 વર્ષીય વૃદ્ધ, વાવોલમા 38 વર્ષીય યુવાન, બાવળા ઇન્ટાસ કંપનીમાં નોકરી કરે છે. આ કંપનીના મેનેજર સંક્રમિત થયા છે. અડાલજમા 47 વર્ષીય યુવાન, ખોરજમા 46 વર્ષીય યુવાન અદાણીમાં કેન્ટીનમાં નોકરી કરે છે. જ્યારે ખોરજ જ રહેતી 20 વર્ષીય યુવતી કેન્ટીનમાં નોકરી કરતા પિતા સંક્રમિત થતાં પોઝિટિવ થઇ છે. ગાંધીનગરના પીપળજમા રહેતો 36 વર્ષીય યુવાન નરોડાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તે પોઝિટીવ આવ્યો છે.