- 16 વર્ષીય કિશોરી હેડ બોલની તાલીમ માટે આવી હતી
- 20 વર્ષીય ખેલાડીએ ગાંધીનગરના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું
- હરિયાણાના ખેલાડીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
ગાંધીનગર : હેડ બોલની તાલીમ માટે યુવતી ગાંધીનગર આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Sports Authority Of India)માં જ તે રોકાણ કરીને ટ્રેનિંગ લેતી હતી. જેની મુલાકાત અહીં ટ્રેનિંગ લઈ રહેલા હરિયાણાના યુવક રવિ સાથે થઈ હતી. આ દરમિયાન રવિએ તેને લગ્ન કરવાની લાલચ આપીને ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો : કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ
ભોગ બનનારી કિશોરીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
યુવતીની ટ્રેનિંગ અહીં 2019થી 2021 દરમિયાન ચાલતી હતી. જે બાદ તે અહીં ટ્રેનિંગ લીધા પછી અવાર-નવાર તેના ઘરે પણ જતી હતી. જોકે, ઘરે ગયા પછી પણ તે હરિયાણાના યુવક સાથે ફોન પર વાતો કરતી હતી. ઘરના સભ્યોએ તેને આ વિશે પૂછતાં તેને તમામ વિગત જણાવી હતી. હરિયાણાના યુવકે લગ્નની લાલચ આપીને ફસાવી હોવાની ઘરવાળાને શંકા ગઈ હતી. જેથી રવિ નામના યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.