મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતી નિમિતે દેશભરમાં તહેવારનો માહોલ છવાયો છે. નેતાથી લઈને સામાન્ય વ્યકિતી સુધી તમામ લોકો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પણ વિધાનસભા બહાર આવેલી બાપુની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુડાના પૂર્વ ચેરમેન આશિષ દવે, ખાદી ગ્રામ ઉદ્યોગના ચેરમેન વાડીભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
ગાંધીનગરમાં બાપુની 150મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી - latest news of 150 mahatma gandhi birth anniversary
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વિધાનસભાની સામે આવેલી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
![ગાંધીનગરમાં બાપુની 150મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4622542-thumbnail-3x2-ghngr.jpg)
આ પ્રસંગે જીતુ વાઘાણીએ બાપુ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, "મારું જીવન એ જ જ મારો સંદેશ' આપણે તેમના જીવનમાંથી માનવીય મૂલ્યોનો સંદેશ લઈને લોકહિતમાં કાર્યો કરવા જોઈએ."
ગાંધીજીની જન્મજયંતીના ઉજવણી દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ વડાપ્રધાન મોદીની સરખાણી બાપુ સાથે જોવા મળ્યાં હતા. તેમજ તેમણે મોદીના કાર્યો વધાવીને કોંગ્રેસ પર પ્રહારો કરતાં કર્યા હતા, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને વળતો જવાબ આપ્યો હતો. આમ, બાપુની જન્મ જંયતીના દિવસે પણ પક્ષીય નેતાઓ પોતાના પક્ષની તરફેણ કરતાં જોવા મળ્યાં હતા.