ગાંધીનગર : સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 256, વડોદરામાં 29, સુરતમાં 34, મહીસાગર 14, વલસાડ 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ, પાટણ, કચ્છ અન્ય રાજ્ય 2-2, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર ,પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયો છે.
ગુજરાતે કોરોનામાં 15 હજારની સપાટી કુદાવી, તો અમદાવાદે 11 હજાર પાર કરી
રાજ્યમાં કોરોનાએ 15 હજારની સપાટી વટાવી દીધી છે. જ્યારે અમદાવાદએ 11 હજારની સપાટી પાર કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઘરે બેસીને વીડિયો કોન્ફરન્સ દ્વારા તાગ મેળવી રહ્યાં છે, પરંતુ કોરોના કાબૂમાં આવતો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 કેસ સામે આવ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 23 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ 15205 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 410 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાએ 15 હજારની સપાટી વટાવી
રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જેને લઇને રાજ્યનો કુલ આંકડો 14829 પર પહોંચ્યો છે. જેમાં માત્ર અમદાવાદના જ 11097 કેસ થાય છે.