ગાંધીનગર : શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. જેમાં સેકટર 19માં નવું ખાતું ખૂલ્યું છે. 31 વર્ષીય યુવક પોતાના દાદાની ખબર અંતર પુછવા સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો. જ્યારે સેક્ટર 16માં 56 વર્ષીય મહિલા પોઝીટીવ આવી છે, તેમનો પુત્ર અમદાવાદ કલેકટર કચેરીમાં ફરજ બજાવે છે. સેક્ટર 3Aમાં રહેતી 28 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ નર્સ તરીકે ફરજ બજાવે છે જે પોઝિટિવ આવી છે. જ્યારે સેક્ટર 26 કિસાનનગરમા રહેતું દંપતિ 36 વર્ષીય પુરુષ અને 34 વર્ષીય મહિલા અમદાવાદમાં ખાનગી ડોક્ટરને ત્યાં સારવાર મેળવવા માટે ગયા હતા જ્યાં પોઝીટીવ સામે આવ્યા હતા.
જો તાલુકાની વાત કરવામાં આવે તો બે કેસ સામે આવ્યા છે, જેમાં પેથાપુરમાં રહેતી 31 વર્ષીય મહિલા અને પ્રાંતિયા ગામમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધા પોઝીટીવ આવ્યા છે. જે ડાયાબિટીસ અને બીપીની સારવાર માટે ગાંધીનગરના ખાનગી તબિબને ત્યાં આવ્યા હતા.