ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં સોમવારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 146 પર પહોંચ્યો હતો. જેમાં સુરતમાં 2 કેસ સામે આવ્યા હતા, જ્યારે બરોડામાં એક મૃત્યુનું નિપજ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ તબલીગી જમાતના કારણે સામે આવ્યા હોવાથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કુલ 4 શહેરના 15 જેટલા વિસ્તારોને સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. આંકડા સામે આવ્યાં છે, જેને ધ્યાનમાં લઈ અને આગમચેતીના ભાગરૂપે રાજ્યના 14 વિસ્તારને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ, સુરત, ભાવનગર અને બરોડાના વિસ્તારનો સમાવેશ થાય છે. આમ સુરતના 3 વિસ્તાર, બરોડા 2 વિસ્તારમાં, અમદાવાદના 5 વિસ્તારના 8 લોકેશન સ્ટ્રીક્લી લોકડાઉન કરાશે.