ગુજરાત

gujarat

ETV Bharat / state

14મી વિધાનસભાના ચોમાસાનો અંતિમ દિવસ, ધારાસભ્યો ભાવુક થયા - last day mlas got emotional

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના (gujarat assembly monsoon season) અંતિમ દિવસની શરૂઆત જ તોફાની થઈ હતી, જ્યારે મોંઘવારી બાબતે પ્રશ્નોની ચર્ચા થઈ રહી હતી. ગુજરાતમાં સતત મોંઘવારી વધતી રહી છે અને રાજ્યની ગૃહિણીનું બજેટ ખોલવાઈ રહ્યું હોવાના નિવેદન પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં કર્યું હતું. બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કર્યો હતો.

14th Assembly monsoon session last day mlas got emotional
14th Assembly monsoon session last day mlas got emotional

By

Published : Sep 22, 2022, 7:18 PM IST

ગાંધીનગર: 14મી વિધાનસભાના ચોમાસા સત્રનો (14th Assembly session last day ) આજે અંતિમ દિવસ હતો, ત્યારે વિધાનસભાના પાંચ વર્ષ પૂર્ણ થયા છે અને હવે ફેબ્રુઆરી માસમાં બજેટ સત્રમાં 15મી વિધાનસભાનું ગઠન થશે. ત્યારે આજે અંતિમ દિવસમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ દિવસની શરૂઆત તો ઉપદ્રતાથી કરી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ એકબીજા પ્રત્યે લાગણી સાથે એક બીજાને મળીને છુટા થયા હતા.

દિવસની શરૂઆત તોફાની :ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના (gujarat assembly monsoon season) અંતિમ દિવસની શરૂઆત જ તોફાની થઈ હતી, જ્યારે મોંઘવારી બાબતે પ્રશ્નોની ચર્ચા થઈ રહી હતી. ગુજરાતમાં સતત મોંઘવારી વધતી રહી છે અને રાજ્યની ગૃહિણીનું બજેટ ખોલવાઈ રહ્યું હોવાના નિવેદન પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં (14th Assembly monsoon session ) કર્યું હતું. બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કર્યો હતો.

કોંગ્રેસના સભ્યોએ વેલ્મા આવીને વિરોધ કર્યો:સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ ગુજરાતની 4000 જેટલી ગ્રામ્ય પંચાયતમાં ચૂંટણી મુલતવી રહી છે અને ઓબીસી સમાજને 27% અનામત બાબતે પણ અનેક વાંધા આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર એક કમિટીની રચના કરી છે ત્યારે આ મુદ્દો પણ વિધાનસભા ગ્રુપમાં કોંગ્રેસે ઉઠાવ્યો હતો અને બંને પક્ષ આમને સામને આવી ગયા હતા સાથે જ વિધાનસભા ગૃહની વેલમાં આવીને કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો ત્યારે તેમની તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગઈકાલે પણ 11 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા જ્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વસ્તી પ્રમાણે અનામતની માંગ કરી હતી અને પોસ્ટર વોર પણ શરૂ કર્યું હતું.

નીતિન પટેલે 5 વર્ષની યાદગીરી કરી :રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના ધારાસભ્ય નીતિન પટેલે પાંચ વર્ષની કામગીરીનું પણ અમુક ગણતરીની મિનિટોમાં સંબોધન કર્યું હતું અને પાંચ વર્ષમાં કરેલ કાર્યો તથા લીધેલ નિર્ણય બાબતે પણ ચર્ચા કરી હતી આ ઉપરાંત વિધાનસભા ગૃહની ચર્ચામાં અને સંબોધનમાં નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. જ્યારે રાજ્યના બધા પ્રધાન અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પણ પાંચ વર્ષની કામગીરી ની યાદ કરી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપનો વિજય થશે તે બાબતની પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સર્વાનુમતે પસાર થયા 3 સુધારા બિલ : ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના અંતિમ દિવસે સર્વ સંમતિથી અને ચર્ચા બાદ જીએનએલયુ નો વ્યાપ વધારવા તેના નિયંત્રણ હેઠળ રાજ્ય અને રાજ્ય બહાર વધારાનો કેમ્પસ આપી શકાય તેવો સુધારા વિધા એકસરવાનું મતે પસાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યની નગરપાલિકાઓમાં બધી સેવાની શરતો નિયમો ઘડવામાં થતો વિલંબ અટકાવી વધુ ઝડપ લાવવા જાહેર જનતા પાસેથી વાંધા સૂચનાઓ મંગાવાની જોગવાઈ રદ કરતો સુધારા વિધાયક પણ કરવાનું માટે પસાર કરવામાં આવ્યું હતું.

સત્ર પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્ય મળ્યા :વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિધાનસભાના ચોથા માળે કોન્ફરન્સ હોલમાં ભેગા થયા હતા જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને વિરોધ પક્ષના નેતા સુખને રાઠવા સહિત તમામ ધારાસભ્યો એકબીજાને મળ્યા હતા અને આ પાંચ વર્ષમાં તથા વિધાનસભા ગૃહ ની કામગીરી દરમિયાન ભૂલ માંથી કોઈપણ શબ્દનો ખોટો પ્રાયોગથ થયો હોય તે બદલ એકબીજા સાથે હાસ્યર ની જોડે માફી માંગી હતી અને તમામ લોકો ભાવુક પણ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details