ગાંધીનગર તાલુકાના દશેલા ગામની સીમમાં આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમીસાંજે અમદાવાદના 14 યુવક-યુવતીઓ મિત્રના જન્મ દિવસની ઉજવણી કરવા આવ્યા હતા. જ્યાં યુવક યુવતીઓ દ્વારા મદિરાપાન કરવામાં આવ્યું હતું. આ બાબતની જાણ ગાંધીનગર ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને થતાં તેમણે દરોડો પાડ્યો હતો. જેમાં તમામ યુવક-યુવતીઓ દારૂના નશામાં ઝડપાયા હતા.
ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતા અમદાવાદના 14 યુવક-યુવતી ઝડપાયા - drinking alcohol
ગાંધીનગરઃ આધુનિક યુવાપેઢી પશ્વિમિ સંસ્કૃતિમાં એટલી ઊંડે ઊતરી ગઈ છે કે, તેમને પોતાની કે, પરિવારની પણ ચિંતા નથી. ગાંધીનગર જિલ્લાના દશેલા ગામના માધવ ફાર્મમાં અમદાવાદના 14 યુવક યુવતીઓ મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા આવ્યા હતા. જ્યાં આ 14 યુવક-યુવતીઓ દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા.
![ગાંધીનગરમાં દારૂની મહેફીલ માણતા અમદાવાદના 14 યુવક-યુવતી ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4183911-thumbnail-3x2-gdr.jpg)
આ યુવકો અમદાવાદના અલગ-અલગ વિસ્તારના રહેવાસી છે. જેમાં ચાંદલોડિયામાં રહેતા કુશલ જયેશ પટેલ, નારણપુરામાં રહેતો સ્મિત શૈલેષ ઊંધિયા, થલતેજમાં રહેતો રાહુલ મોહન રાજગોર, ઘાટલોડિયામાં રહેતો ધાર્મિક સુરેશ પટેલ, જોધપુર ગામમાં રહેતો હર્ષ જયંતિ કોઠારી, પાલડી ધરણીધર દેરાસર પાસે રહેતો હેત પરાગ શાહ, મેમનગરમાં રહેતો શેખર આશિષ કઠવા, વસ્ત્રાપુરમાં રહેતો લવ અશોક પટેલ અને વાસણામાં રહેતો પ્રેમ કપૂરચંદ ચંદેલ સહિત પાંચ યુવતીઓ મિત પટેલની બર્થડેની ઉજવણી કરવા માટે આવ્યા હતા.
આ તમામ યુવક-યુવતીઓ એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલો છે. તેમની પાસેથી પોલીસે દરોડા દરમિયાન ત્રણ વિદેશી દારૂની બોટલ અને છ લક્ઝુરિયસ કાર ઝપ્ત કરી હતી. જેમાં બે મર્સિડીઝ કાર, બે ક્રેટા કાર, એક ઇનોવા અને એક વરના કારનો સમાવેશ થાય છે. આ 9 યુવક અને 5 યુવતીના ગાંધીનગર હોસ્પિટલમાં મોડીરાત્રે મૅડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.