ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના નવા 1332 કેસ, 1415 ડિસ્ચાર્જ, 15 મોત, કુલ 109627 કેસ નોંધાયા - covid 19 letest news

રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખ પાર થઈ ગયો ગયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1332 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઈરસના કુલ 109627 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 1415 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

new
રાજ્યમાં કોરોનાના નવા 1332 કેસ

By

Published : Sep 10, 2020, 8:43 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1332 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરાના વાઈરસના કુલ 109627 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના નવા 1332 કેસ

ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 176, અમદાવાદ કોર્પોરેશન 148, રાજકોટ કોર્પોરેશન 96, સુરત 102, વડોદરા કોર્પોરેશન 84, જામનગર કોર્પોરેશન 80, વડોદરા 40, રાજકોટ 54, ભાવનગર કોર્પોરેશન 34, પાટણ 31, અમરેલી 30, ભાવનગર 30, પંચમહાલ 30, મોરબી 27, જામનગર 25, મહેસાણા 25, ભરૂચ 24, સુરેન્દ્રનગર 24, મહીસાગર 21, ગાંધીનગર 20, કચ્છ-અમદાવાદ 19, જૂનાગઢ 19, દાહોદ 18, ગાંધીનગર કોર્પોરેશન 18, જૂનાગઢ કોર્પોરેશન 18, ગીર સોમનાથ 15, બોટાદ 14, નવસારી 11, છોટાઉદેપુર 10, ખેડા 10, સાબરકાંઠા 10, બનાસકાંઠા 9, નર્મદા 8, પોરબંદર 8, આણંદ 7, તાપી 7, દેવભૂમિ દ્વારકા 5, અરવલ્લી 3 અને વલસાડમાં 2 કેસ સામે નોંધાયા છે.

જ્યારે 91 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાથી 3167 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 33204 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 176 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 102 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 278 સામે આવ્યા છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details