ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાના નવા 1326 કેસ, 1205 ડિસ્ચાર્જ, 15ના મોત, કુલ 113662 કેસ નોંધાયા - અમદાવાદમાં કોરોના

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઇરસ ગુજરાતમાં રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો એક લાખને પાર થઈ ગયો ગયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 1326 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 113662 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1205 દર્દીઓનો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

new
રાજ્યમાં કોરોનાના નવા 1326 કેસ નોંધાયા

By

Published : Sep 13, 2020, 8:05 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં નવા 1326 કેસ નોંધાયા છે. કોરોનાથી 15 દર્દીના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. કોરોના વાઇરસના કુલ 113662 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના વાઇરસના કેસના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 175, અમદાવાદ કોર્પોરેશન 151, રાજકોટ કોર્પોરેશન 99, સુરત 106, વડોદરા કોર્પોરેશન 85, જામનગર કોર્પોરેશન 99, રાજકોટ 52, ભાવનગર કોર્પોરેશન 39, વડોદરા 39, મહેસાણા 32, ભાવનગર 30, પંચમહાલ 30, ગાંધીનગર 29, કચ્છ 28, અમરેલી 25, અમદાવાદ 21, ભરૂચ 21, જામનગર 21, જૂનાગઢ 19, સુરેન્દ્રનગર 19, બનાસકાંઠા 18, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 17, જૂનાગઢ કોર્પોરેશન 17, મોરબી 15, ગીર સોમનાથ 14, સાબરકાંઠા 13, ખેડા 11, પાટણ 11, આણંદ 10, નર્મદા 9, મહીસાગર 8, નવસારી 8, તાપી 8, વલસાડ 8, બોટાદ 6, દેવભૂમિ દ્વારકા 6, પોરબંદર 5, અરવલ્લી 3 અને છોટાઉદેપુરમાં 2 કેસ સામે નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના નવા 1326 કેસ નોંધાયા

જ્યારે 87 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી 3213 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 33,725 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 175 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 106 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 281 સામે આવ્યાં છે. જો કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details