ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 12,121 દર્દીઓ થયા સ્વસ્થ - કોવિડ-19

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના ચોથા જ દિવસમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 13,050 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે મંગળવારે સૌથી વધુ 12,121 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 131 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે. જ્યારે આજે મંગળવારે કોરોનાથી થતાં મૃત્યુંમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 12,121 દર્દીઓ થયા સ્વસ્થ
ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 12,121 દર્દીઓ થયા સ્વસ્થ

By

Published : May 4, 2021, 8:31 PM IST

  • છેલ્લા 24 કલાકમાં 13,050 પોઝીટીવ કેસ નોંઘાયા
  • 12,121 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 131 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 4,693 પોઝિટિવ કેસ નોંધાયા છે, 4,608 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 1,214, રાજકોટ 593 અને બરોડામાં 563 કેસ નોંઘાયા.

12,121 દર્દીઓ કોરોનાને માત આપી

આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,999 દર્દી કોરોનાને માત આપી

રાજ્ય આજે મંગળવારે 18થી 44 વર્ષના 52,528 યુવાનોને વેક્સિન આપવામાં આવી

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આજે 1,00,20,449 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 26,82,591 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 1,27,03,040ને રસીકરણ કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 13,050 પોઝીટીવ કેસ નોંઘાયા

રિકવરી રેટ ઘટીને 74.85 ટકા જેટલો નોંધાયો

જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1મેંથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણના ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે મંગળવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું .જેમાં આજે મંગળવારે 18થી 44 વર્ષના વ્યક્તિઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 52,528 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટ પણ ઘટીને 74.85 ટકા જેટલો નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાના નવા 12,978 પોઝિટિવ કેસ નોંધાયા, 152 દર્દીના મોત

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,48,297 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 778 વેન્ટિલેટર પર અને 1,47,519 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 7,779 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,64,396 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

ABOUT THE AUTHOR

...view details