ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની શાખ બચાવવા અન્ય રાજયોની સરખામણી કરતો ગ્રાફ બતાવ્યો, 24 કલાકમાં 1068 કેસ, 26 મોત, કુલ 53631 - ગુજરાતમાં કોરોનાના કુલ આંકડા

રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 50 હજાર વટાવી દીધો છે. ત્યારે રાજ્ય સરકાર વતી આવતી પ્રેસનોટમાં અન્ય રાજયોની સરખામણી બતાવતાં આંકડા દર્શાવવામાં આવ્યા છે.

24 કલાકમાં કોરોનાના 1068 કેસ
24 કલાકમાં કોરોનાના 1068 કેસ

By

Published : Jul 24, 2020, 10:47 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 1068 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 26 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાયરસના કુલ 53631 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 872 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

24 કલાકમાં કોરોનાના 1068 કેસ
ગુજરાત કોરોના વાયરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 161, સુરત મહાપાલિકા વિસ્તારમાં 216, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 70, સુરત 93, રાજકોટ કોર્પોરેશન 46, ભરૂચ 30, અમરેલી 26, બનાસકાંઠા 26, સુરેન્દ્રનગર 25, કચ્છ 22, મહેસાણા 22, વડોદરા 22, ભાવનગર કોર્પોરેશન 21, પાટણ 20, ગીર સોમનાથ 19, નવસારી 19, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, વલસાડ 18-18, જુનાગઢ કોર્પોરેશન 17, અમદાવાદ 15, રાજકોટ 13, જુનાગઢ 11, આણંદ 10, તાપી 10, નર્મદા 9, સાબરકાંઠા 9, બોટાદ, ગાંધીનગર કોર્પોરેશન, પંચમહાલ, ખેડા 8-8, અરવલ્લી 7 જામનગર કોર્પોરેશન 7 છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા મહીસાગર 2-2 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 83 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2283 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 25359 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 216 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 309 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details