ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકડાઉનમાં લોકોની મુશ્કેલીઓ ઓછી થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું છે કે ગામડાની અંદર અનાજ દળવાની ઘંટીઓ બંધ રાખવામાં આવી રહી છે, ત્યારે અનાજ દળવાની ઘંટી બંધ ન રાખે તેવી અપીલ કરીએ છીએ. જ્યારે આગળના સમયમાં ગામના સરપંચ સાથે વાટાઘાટો કરીને ગામડા પણ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આગળના દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન માટે કોલેજના વિદ્યાર્થીઓનો પણ સહયોગ લેવામાં આવશે, તેની સાથે નિવૃત્ત થયેલા પીએસઆઇ અને તેની નીચેની કક્ષાના કર્મચારીઓને બે મહિનાનો માટે ફરજ ઉપર રાખવામાં આવશે.
દિલ્હીના નિઝામુદ્દીન બરકતમાં ગયેલા 103 લોકો ઓળખાયા, મુઝફ્ફરનગરનો રહિશ પોઝિટિવ : DGP - કોરોના વાઇરસ
રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ઘટતી જોવા મળી રહી હતી, ત્યારે દિલ્હીના નિઝામુદ્દીન બરકતમાં ગયેલા લોકો રાજ્યમાં પ્રવેશ કરતાંની સાથે આંકડો ઊચકાયો છે. સરકારની ગાઇડ લાઇનનો અનાદર કરીને પોતાની રીતે અલગ અલગ રાજ્યમાં છુપાઈ ગયા હતા, ત્યારે પોલીસે આવા લોકોને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધી 103 લોકો ઓળખી લેવામાં આવ્યા છે. જેમાં મુજફ્ફરનગરનો એક રહેવાસી પોઝિટિવ સામે આવ્યો છે.
દિલ્હીના નિઝામુદ્દીન બરકતમાં ગયેલા 103 લોકો ઓળખાયા, મુઝફ્ફરનગરનો રહિશ પોઝિટિવ : DGP
દિલ્હી નીઝામુદ્દીન બરકતમાં ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મચારીઓ દ્વારા 103 લોકોને ઓળખી લેવામાં આવે છે. જ્યારે 34 લોકોને પકડીને દવાખાને લઈ જવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકો લોકડાઉન દરમિયાન પોલીસને સહયોગ આપતા નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.