- આજથી શાળાઓ શરૂ થઈ
- 9 માસ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ
- શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિધાર્થીઓને સેનેટાઈઝર માસ્ક આપ્યાં
- ગાંધીનગર જિલ્લામાં 10,000 વાલીઓએ સંમતિ આપી
9 માસ બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ
ગાંધીનગર : શાળા શરૂઆત બાબતે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શાળા ખોલવા અંગેના નિર્ણયને તમામ લોકોએ આવકાર્યો છે. શિક્ષણ અધિકારીઓ વાલીઓ અને શાળા અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. જ્યારે શાળાઓ શરૂ થઈ ગઈ છે અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલનો રિપોર્ટ લેવામાં આવશે. આ રિપોર્ટ સ્થાનિક કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવાની રહેશે અને જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણની વડી કચેરીમાં મોકલશે.
ગાંધીનગર જિલ્લામાં 10,000 જેટલા વિદ્યાર્થીઓએ સંમતિ આપી
ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વાઢેરે જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં કુલ 10,000 હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં આવવાની સંમતિ આપવામાં આવી છે. ગાંધીનગર વિદ્યાર્થીઓના સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપરાંત શાળાની જો વાત કરવામાં આવે તો શાળાઓ દ્વારા કોવિડના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સરકારના નિયમો કે જે શાળાની નજીકના સરકારી હોસ્પિટલ અને CHC, PHCમાં સંકલન કરવામાં આવ્યું છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝર આપ્યાં
આજે પ્રથમ દિવસે શાળાની શરૂઆત દરમિયાન રાજ્યના કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનો અલગ અલગ જિલ્લાઓમાં વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવમાં સ્વાગત કરવા માટે પહોંચ્યા હતાં. જેમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓના સ્વાગત માટે ગયાં હતાં. સ્વાગત દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શાળાએ આવનાર વિદ્યાર્થીઓને માસ્કને સેનેટાઈઝરની કીટ ભેટમાં આપી હતી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓ રાબેતા મુજબ કાર્યરત રહે તેવું પણ નિવેદન રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપ્યું હતું.