ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 1,00,490 કિલો ગૌમાંસ પકડાયું

ગુજરાતમાં ગૌમાંસ પર સદંતર પ્રતિબંધ છે, પરંતુ ક્યાંકને ક્યાંક વેચાતું હોય અથવા તો ગૌમાંસના મોટો ધંધો થતો હોય તેવા વિધાનસભામાં આંકડા સામે આવ્યા છે, તેના પરથી લાગી રહ્યું છે, કોંગ્રેસે સરકાર પર ગૌમાસ મામલે આક્ષેપ પણ કર્યા હતા. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પૂછેલા પશ્ર પર ગૌમાંસના સવાલોમાં રાજ્ય સરકારે જવાબ આપ્યા હતા. જેમાં કોંગ્રેસે તમામ જવાબને પ્રકરણ કરીને કુલ બે વર્ષમાં રાજ્યમાં 1,00,490 કિલો ગૌમાંસ પકડાયું હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે.

gujarat
ગુજરાત

By

Published : Mar 2, 2020, 2:33 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં જાહેર કરેલા આંકડા પ્રમાણે સૌથી વધુ સુરતમાંથી 55,135 કિલો ગૌમાંસ પકડાયું હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું હતું. જ્યારે રાજ્યની પોલીસે કુલ 3462 જેટલાં ગૌવંશ પશુઓને કતલખાને લઇ જતાં અટકાવવામાં આવ્યા છે. આ સાથે જ છેલ્લાં બે વર્ષની વાત કરવામાં આવે તો ગૌવંશની હેરાફેરીમાં પંચમહાલ જિલ્લો અગ્રેસર હોવાનો પણ સામે આવ્યું છે. જેમાં છેલ્લા બે વર્ષમાં પંચમહાલ જિલ્લામાં 674 પકડાયા હોવાની વિગત સરકારે વિધાનસભાગૃહમાં બહાર પાડી હતી.

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 1,00,490 કિલો ગૌમાંસ પકડાયું
ક્યાં કેટલા કિલો ગૌમાસ પકડાયુંઅમદાવાદ 18,345
  • અમરેલી 1560
  • અરવલ્લી 681
  • આણંદ 374
  • કચ્છ 880
  • ખેડા 1300
  • ગાંધીનગર 1505
  • ગીરસોમનાથ 1195
  • જૂનાગઢ 1610
  • ડાંગ 70
  • દાહોદ 5934
  • નવસારી 1082
  • પંચમહાલ 179
  • ભરૂચ 2166
  • ભાવનગર 1440
  • મહીસાગર 150
  • મહેસાણા 938
  • રાજકોટ 2634
  • વડોદરા 1804
  • વલસાડ 352
  • સાબરકાંઠા 400
  • સુરત 55,162
  • સુરેન્દ્રનગર 718
    આમ છેલ્લા બે વર્ષમાં પકડાયેલ ગૌવંશની 3462 આંકડો હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details