- રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને 1 મહિનો પૂર્ણ
- 1.5 વર્ષથી બંધ થયેલ સચિવાલય જાહેર જનતા માટે ખુલ્યા
- ભુપેન્દ્ર પટેલે લીધા અનેક મહત્વના નિર્ણયો
ગાંધીનગર : 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani)એ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ 12 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ભાજપા ઓફિસ ખાતે મળેલ ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાત રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel as the new Chief Minister)ની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલ ને મુખ્યપ્રધાન તરીકે એક મહિનો પૂર્ણ થઇ રહ્યો છે. તો આ 30 દિવસ દરમિયાન નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કયા મહત્ત્વના નિર્ણયો કર્યા છે. જુઓ વિગતવાર એહવાલ..
પુર ગ્રસ્તો માટે વધારાની સહાય
રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બરના રોજ શપથ ગ્રહણ કર્યા હતા અને તાત્કાલિક ધોરણે શપથ ગ્રહણ બાદ ગણતરીના કલાકોમાં જ રાજ્યના મુખ્ય સચિવ સાથે રાજકોટ જામનગર અને જૂનાગઢમાં પડેલા ભારે વરસાદની સમીક્ષાની એક બેઠક યોજી હતી ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભારે વરસાદથી તબાહી પામનાર રાજકોટ જૂનાગઢ અને જામનગર જિલ્લાની હવાઇ નિરીક્ષણ કરીને NDRF(National Disaster Response Force)ના ધારાધોરણ કરતા વધારેની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી, આમ નવી સરકારે ગણતરીના દિવસોમાં જ વધારાની જાહેરાત પણ કરી...
જાહેર જનતા માટે સચિવાલયના દ્વાર ખુલ્યા
કેન્દ્ર સરકારે કોરોનાના કારણે lockdown જાહેર કર્યું હતું અને લોકડાઉનથી જ ગુજરાત વિધાનસભા અને સચિવાલય(Legislature and Secretariat) ખાતે જાહેર જનતાનીનો એન્ટ્રી નો નિયમ વિજય રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારથી કોઈપણ સામાન્ય વ્યક્તિ સચિવાલયની અંદર પ્રવેશ મેળવી શકતું ન હતું. ત્યારે ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામાં બાદ નવી રચાયેલી ઉપેન્દ્ર પટેલની સરકારમાં તાત્કાલિક ધોરણે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સુચના પ્રમાણે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને 15 મહિના બાદ રાજ્યના તમામ નાગરિકો માટે સચિવાલયના દરવાજા ખોલવા નો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃરાજ્ય સરકાર એક્શન મોડમાં: જાહેર જનતાને સ્પર્શતા અનેક નિર્ણયો અને પ્રોજેક્ટ 100 દિવસમાં પૂર્ણ કરશે
100 દિવસ એક્શન પ્લાન
રાજ્યમાં ભાજપની નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય સરકારે તમામ પ્રધાનોને અને તમામ વિભાગોને આવનારા છ દિવસનો એક્શન પ્લાન ઘડી કાઢવાનું પણ સૂચના આપવામાં આવી છે અને જે કામ મહત્વના છે તેને વધારે પ્રાયોરીટી આપીને અને વધારે મહત્વ આપીને તે કામ વધુ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો હોવાનું પણ સુત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આમ આવનારા સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હેલિપેડની સુવિધાઓ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રમત-ગમતના મેદાનો અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે બાબતના પ્રોજેક્ટ વધુ ફોકસ કરવામાં આવશે.