ગુજરાત

gujarat

ETV Bharat / state

સંઘ પ્રદેશ દીવનો 59મોં સ્થાપના દિવસ, રંગારંગ કાર્યક્રમોનું આયોજન - Div Daman and Goa Independent on December 19th

દીવઃ સંઘ પ્રદેશનનો 59મોં સ્થાપના દિવસ મનાવાઈ રહ્યો છે. ગુરૂવારથી 2 દિવસ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દિવ તેનો 59મોં મુક્તિ દિવસ મનાવી રહ્યું છે. વર્ષ 1961ની 19મી ડિસેમ્બરના દિવસે દીવ દમણ અને ગોવા સ્વતંત્ર ભારતના હિસ્સાઓ ધરાવતા થયા હતા. આ દિવસે દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યાં હતા. તો ગોવા સંપૂર્ણ રાજ્ય સાથે અસ્તિત્વમાં આવ્યું હતું, ત્યારથી 19મી ડિસેમ્બરના દિવસે દીવ તેનો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે.

div
સંઘ પ્રદેશ દીવ મનાવી રહ્યું છે તેનો 59મોં સ્થાપના દિવસ

By

Published : Dec 19, 2019, 7:27 PM IST

સંઘ પ્રદેશ દીવ તેનો 59મોં સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. 2 દિવસ સાંસ્કૃતિક અને કલ્ચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દીવના સ્થાનિક લોકોની સાથે અહીં આવતા પ્રવાસીઓ પણ તેનો લાહ્વો માણસે 2 દિવસ સુધી દીવના વિવિધ વિસ્તારોમાં અનેક વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે મુક્તિ દિવસને લઈને ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં દીવ કલેકટર દ્વારા પરેડની સલામી ઝીલવામાં આવી હતી, ત્યારબાદ દીવની મુક્તિને લઈને લડત ચલાવનાર સ્વાતંત્ર સેનાનીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દીવના વિવિધ સ્થળો પર રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 2 દિવસ સુધી સંઘ પ્રદેશ દીવમાં ધાર્મિક સાંસ્કૃતિક અને ક્લચર કાર્યક્રમનું પણ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

સંઘ પ્રદેશ દીવ મનાવી રહ્યું છે તેનો 59મોં સ્થાપના દિવસ

ABOUT THE AUTHOR

...view details