દીવઃ પર્યટનનું હબ ગણાતા સંઘપ્રદેશ દીવમાં ગુરુવારથી મોટા ભાગની પર્યટન ગતિવિધિઓ શરૂ થતી જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે છેલ્લા 7 મહિનાથી પર્યટન માટે સમગ્ર વિશ્વમાં જાણિતા અને માનીતા દીવના બીચ સુમસામ જોવા મળતા હતા. પરંતુ અનલોક તબક્કાની શરૂઆત થતાં જ તબક્કાવાર પર્યટનના કેટલાંક સ્થળોને ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના હોટેલ અને દીવના ખ્યાતનામ બીચ શરૂ કરવામાં આવ્યાં હતા.
સાત મહિના બાદ આજથી પર્યટન સ્થળ દીવ તેના સંપૂર્ણ મિજાજ સાથે ફરી ખુલશે આ ઉપરાંત સરકાર દ્વારા સંચાલિત દારૂની કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી દીવ પ્રશાસને આપી હતી. ત્યારે ગુરુવારે અનલોક તબક્કામાં દીવમાં આવેલા તમામ બિયર બાર અને દારૂની દુકાનો સવારના 10થી લઇને રાત્રીના 10 સુધી ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને લઇને દીવ ફરીથી ધમધમી ઊઠશે તેવું લાગી રહ્યું છે.
સાત મહિના બાદ આજથી પર્યટન સ્થળ દીવ તેના સંપૂર્ણ મિજાજ સાથે ફરી ખુલશે સંઘપ્રદેશ દીવ સમગ્ર વિશ્વના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પાછલા કેટલાક વર્ષોથી બની રહ્યું છે, સમગ્ર દેશ અને દુનિયામાંથી પર્યટકો વેકેશન માણવા માટે દીવ આવતા હોય છે, પરંતુ કોરોના સંક્રમણ કાળમાં જે પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા, તેને કારણે દીવ સદંતર સુમસામ જોવા મળતું હતું. જો કે, અનલોક તબક્કામાં કેટલીક છૂટછાટો મળી હતી, તેમ છતાં પણ દીવમાં જૂજ માત્રામાં પર્યટકો આવતા હતા. અનલોક તબક્કાની નવી ગાઇડ લાઇન મુજબ દીવમાં આવેલા તમામ બિયર બાર અને દારૂની દુકાનો ગુરૂવારથી સવારના 10થી લઇને રાત્રીના 10 સુધી ખુલવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર અને દીવ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવાનુ અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. કોઈ પણ બીયર બાર કે દારૂની દુકાન પર નિયમોનો ભંગ થતો હશે તેવા કિસ્સામાં દીવ પ્રશાસન આકરી કાર્યવાહી કરશે તેવો પણ આદેશ કરી દેવામાં આવ્યો છે.
સાત મહિના બાદ આજથી પર્યટન સ્થળ દીવ તેના સંપૂર્ણ મિજાજ સાથે ફરી ખુલશે વધુમાં જણાવીએ તો, દીવ પ્રશાસને દીવના જાહેર સ્થળો તેમજ બીચ પર મદિરાપાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે આજે ગુરુવારથી પર્યટન સ્થળ એવા સંઘ પ્રદેશ દીવ તેના સંપૂર્ણ કલ્ચર સાથે 7 મહિના બાદ ખુલવા જઇ રહ્યું છે, જેથી આગામી દિવસોમાં પર્યટકોનો ધસારો દીવ તરફ થશે તેવું ચોક્કસ કહી શકીએ.