- વાવાઝોડાની અસરને પગલે દીવના દરિયામાં જોવા મળ્યો કરંટ
- ગઈકાલ સુધી શાંત જોવા મળતો દરિયો વાવાઝોડાની અસરને કારણે કરંટમાં જોવા મળ્યો
- દરિયામાં લગાવવામાં આવેલી બોટ જેટી સાથે અથડાતી જોવા મળી
- દીવના દરિયામાં વાવાઝોડાને કારણે જોવા મળ્યો ભારે કરંટ
દિવમા વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ, દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ - તૌકતે વાવાઝોડું
અરબી સમુદ્રમાં આકાર લઇને આગળ વધી રહેલું વાવાઝોડું દીવના દરિયાથી બિલકુલ નજીક જોવા મળી રહ્યું છે, તેને લઈને હવે દીવના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગઈકાલ સુધી શાંત જોવા મળતો દીવનો દરીયો હવે વાવાઝોડાના કરંટ સાથે જોવા મળી રહ્યો છે. બંદર પર લંગારવામાં આવેલી બોટ પણ દરિયામાં વધી રહેલી હલચલને કારણે જેટી પર અથડાય રહી છે અને હજુ પણ આ જ પ્રકારનો માહોલ દીવના દરિયામાં જોવા મળશે આજે સોમવારે રાત્રિના સમયે દીવ માટે ભારે કહી શકાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

દીવઃ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલ વાવાઝોડું દીવના તટીય વિસ્તારો પર મોડી રાત્રી સુધીમાં ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઇને હવે વાવાઝોડાની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. ગઈકાલ સુધી શાંત જોવા મળતો દીવનો દરીયો આજે સોમવારે વાવાઝોડાની અસરને કારણે મારે કરંટમાં જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને કારણે બંદર પર લંગારવામાં આવેલી બોટ પણ દરિયાના કરંટને કારણે જેટી સાથે અથડાઈ રહી છે. આ દ્રશ્ય ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા લાગી રહ્યા છે અને આગામી કલાકોમાં આ પ્રકારનો માહોલ વધુ બિહામણો બને તેની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.