- રાષ્ટ્રપતિ રામનાથ દીવની ચાર દિવસીય મુલાકાતે
- અનેકવિધ યોજનાઓનું કર્યું લોકાર્પણ
- દીવમાં શિક્ષણ ક્ષેત્રે, વોકવે, શાકમાર્કેટ સહિત અનેક જગ્યાનું નવીનીકરણ થશે
દીવઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવમાં સંબોધન પહેલા ગુજરાતીમાં 'કેમ છો કહીને કરી શરુઆત કરી હતી. કેન્દ્ર શાસિત દીવના ઓડીટોરીયમ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરોડોના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રશાશક પ્રફુલ પટેલ દ્રારા દીવ કલેક્ટરને બ્લુ ફલેગ સર્ટીફિકેટ એનાયત કરાયું હતું. દીવમાં હવાઇ સેવા, દરીયાઇ સેવા અને જમીનસેવાથી ટુરીસ્ટો ઉમટી પડશે. દીવમાં શિક્ષણ ક્ષેત્રે, વોકવે, શાકમાર્કેટ સહિત અનેકનું નવીનીકરણ કરાશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દીવના મલાલા ઓડિટોરિયમની મુલાકાત કરી
કેન્દ્ર શાસિત દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દીવના આધુનિક ઓડીટોરીયમ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજીયાત, સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આ તકે દીવ- દમણના પ્રશાશક પ્રફુલ પટેલ, સાંસદ લાલુ પટેલ, કલેક્ટર સલોની રોય, દીવ હોટલ એસોશિએશન, દીવ મ્યુનિસીપલ કોર્પોરેશનના પ્રમુખ હિતેષ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રશાશક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના પરીવાર સાથે દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. આ સમયને દીવના પાનામાં સોનેરી અક્ષરોએ લખાશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા અનેક વિકાસના કામોને વેગ મળ્યો છે અને હજૂ પણ મળી રહ્યો છે. જેમાં દીવને ભારતભરમાં ગૌરવ અપાવનારા બ્લુ ફલેગ સર્ટીફિકેટ પણ મળ્યું છે, જેનાથી દીવમાં ઇન્ટરનેશનલ ટુરીસ્ટો હવેથી અચૂક આવવાના છે. જેથી દીવના સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે. દીવમાં શિક્ષણ ક્ષેત્રે પણ નવું હબ બનાવવામા આવ્યું છે. જેમાં પણ એનઆરઆઈ વિધાર્થીઓ આવવાના છે. દીવનું ગૌરવ વધશે. દીવમાં નાગવાબીચ પર ફુડ કોર્ટ, દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, રોડ રસ્તાના કામો, નવી હવાઇમાર્ગ સહિત અનેક વિકાસના કામો થયા છે અને હજુ પણ થવાના છે.
દીવને અનેક સિદ્ધિઓ મળી છે