અરબી સમુદ્રમાં સર્જાયેલું અને ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ તટ તરફ આગળ વધી રહેલું 'મહા' વાવાઝોડું સંઘ પ્રદેશ દિવના વિસ્તારો પર ત્રાટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને અગમચેતીના પગલા રૂપે હવામાન વિભાગ દ્વારા લોકોને દરિયાઇ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચનો કરવામાં આવ્યા છે.
'મહા' વાવાઝોડાની અસરને પગલે દીવનો નાગવા બીચ સૂમસામ - Nagva beach
દીવ: 'મહા' વાવાઝોડાની અસર સંઘ પ્રદેશ દીવમાં જોવા મળી રહી છે. દીવના દરિયાથી અંદાજીત 550 કિલોમીટર દૂર સ્થિર થયેલું 'મહા' વાવાઝોડું આગામી દિવસોમાં સંઘ પ્રદેશ દીવના તટ પર ત્રાટકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેને પગલે પ્રવાસીઓથી ધમધમતો નાગવા બીચ આજે સુમસામ જોવા મળ્યો હતો.
Nagva beach, મહા વાવાઝોડું , નાગવા બીચ,Diu news
દીવનો નાગવા બીચ જે સમગ્ર દેશમાં પ્રવાસીઓ માટે એક આદર્શ બીચ તરીકેનું સ્થાન ધરાવે છે તે બીચ પર આજે પ્રવાસીઓની નહિવત હાજરી જોવા મળી હતી. વાવાઝોડાની અસરને કારણે દિવનો નાગવા બીચ આજે યાત્રિકો અને પ્રવાસીઓથી સૂમસામ ભાસતો હતો. હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આ સમયે દીવના નાગવા બીચ પર પગ મૂકવા જેટલી પણ જગ્યા જોવા મળતી નથી, ત્યારે 'મહા' વાવાઝોડાને પગલે આજે નાગવા બીચ પ્રવાસીઓ વિના સૂમસામ લાગતુ હતું.