દીવ: લોકડાઉનને કારણે 60 દિવસ સુધી બંધ રાખવામાં આવેલી વિમાન સેવા સોમવારથી ફરી શરૂ થવાની હતી. મુંબઈથી સંઘ પ્રદેશ દીવને સાંકળતી એક ફ્લાઈટ મુંબઈથી દીવ તરફ રવાના થવાની હતી. જો કે, અનિવાર્ય સંજોગોને કારણે પ્રથમ ફ્લાઈટ રદ કરવામાં આવી છે, ત્યારે હવે આ ફ્લાઈટ મંગળવારે સંઘ પ્રદેશ દીવ આવશે કે નહીં તે અંગે પણ સવાલો ઉભા થયા છે.
મુંબઈ-દીવની ફ્લાઈટ રદ, 11 પ્રવાસીઓની ટિકિટ કેન્સલ - સંઘ પ્રદેશ
મુંબઈ અને સંઘ પ્રદેશ દીવને જોડતી વિમાની સેવા સોમવારે ફરી શરૂ થવાની હતી. જેમાં 11 પ્રવાસીઓએ બુકિંગ પણ કરાવ્યું હતું. જો કે, અનિવાર્ય સંજોગોને કારણે આ ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુંબઈ-દીવની ફ્લાઈટ રદ
સોમવારે મુંબઈથી ફ્લાઈટ દીવ જવાની હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈથી દીવ જવા માટે 10 પ્રવાસીઓએ તેમની ટિકિટ બુક કરાવી હતી. સામે પક્ષે દીવથી મુંબઈ જવા માટે માત્ર એક જ પ્રવાસીએ ટિકિટ બુક કરાવી હતી.
મુંબઈથી દિવ અને દીવથી મુંબઈ તરફ જવા માટે 11 પ્રવાસીઓએ તેમની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ફ્લાઈટ રદ થતા તમામ પ્રવાસીઓની ટિકિટ કેન્સલ થઈ છે. આ પ્રવાસીઓ હવે ફરી દીવ-મુંબઈ વચ્ચે વિમાન સેવા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.