દીવ : સંઘ પ્રદેશ દીવના વાતાવરણમાં વહેલી સવારે પલટો જોવા મળ્યો હતો. જેમાં સવારના 4 થી લઈને 6 વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદના ઝાપટા પડયા હતા. જેને લઈને લોકોમાં ચિંતા જોવા મળી હતી. કમોસમી વરસાદ પડવાને લીધે દીવમાં ખેતીના પાકોને કોઈ નુકસાન થવાની શક્યતાઓ જોવામાં આવતી નથી, પરંતુ જે પ્રકારે વાતાવરણમાં જે ફેરફાર જોવા મળી રહ્યા છે. જેને લઈને લોકોમાં ચિંતાઓ જોવા મળી રહી છે.
સંઘ પ્રદેશ દીવમાં વહેલી સવારે પડયો કમોસમી વરસાદ
સંઘ પ્રદેશમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ખેતીના પાકને કોઈ નુકસાન થવાની શક્યતાઓ નથી. પરંતુ વાતાવરણમાં પલટાને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સંઘ પ્રદેશ દીવમાં
હવામાન વિભાગ દ્વારા પણ છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેને લઈને કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટાઓ પણ પડયા હતા, ત્યારે વહેલી સવારે દીવમાં વરસાદનું એક ઝાપટુ પડ્યું હતું. જેને લઈને ઉનાળાના શરૂઆતના દિવસોમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું હતું.
Last Updated : Mar 6, 2020, 8:41 AM IST