દીવ : સંઘ પ્રદેશ દીવ ખાતે આજે એક દિવસીય G20 બેઠકનું આયોજન થયું છે. જેમાં આજના દિવસે ગ્લોબલ વોર્મિંગ અને ખાસ કરીને દરિયાઈ વિસ્તારના ગ્લોબલ વોર્મિંગમાં કઈ રીતે ઘટાડો કરી શકાય તેને લઈને G20 દેશોના પ્રતિનિધિ મામલા પર ચર્ચાઓ કરશે. યોગા અને સૂર્ય નમસ્કાર દ્વારા G20 એક દિવસીય આંતરરાષ્ટ્રીય બેઠકની દીવ ખાતે શરૂઆત થઈ છે.
નોર્વે G20નો ભાગ નથી તેમ છતાં તેઓ અહીં બેઠકમાં ખાસ આમંત્રિત તરીકે હાજર થયા છીએ. આજે દિવસ દરમિયાન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર G20ના દેશોના પ્રતિનિધિઓ એક સાથે ખૂબ જ ગંભીર મામલા પર ચર્ચા કરવાના છે. જેનો આવનારા સમયમાં કોઈ ઉકેલ લાવી શકાય તે માટે પણ અમે પ્રતિબધ્ધ બની રહ્યા છે. દીવનો દરિયા કાંઠો સૂર્યના વહેલી સવારના તેજ કિરણો અને યોગા કરીને આજે દિવસની શરૂઆત કરી છે. અહીંના લોકો મને ખૂબ ગમે છે. પાછલા દોઢ વર્ષથી હું ભારતમાં છું. આટલા ટૂંકા સમયમાં ખૂબ જ વૈવિધ્યસભર દેશને જાણવાની અને માણવાની જે તક મળી છે. જેને કારણે હું ભારતને કાયમ માટે યાદ રાખીશ. - નોર્વે હાઈ (કમિશનરના મહિલા પ્રતિનિધિ)
રશિયન મરીન બાયોલોજિસ્ટનો અભિપ્રાય :દીવ ખાતે આયોજિત G20 શિખર સંમેલન રશિયન એમ્બેસીના પ્રતિનિધિ અને મરીને બાયોલોજી વિજ્ઞાન ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેઓ બેઠકનું આયોજન અને ખાસ કરીને અહીંનો જે આદર અને સત્કાર એક મહેમાન તરીકે મળ્યો છે. તેને પ્રાપ્ત કરીને હું ધન્ય બન્યો છું. આજના દિવસ દરમિયાન સમગ્ર વિશ્વને સતાવતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને ખાસ કરીને દરિયાઈ વિસ્તારના ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સમજવા અને તેમાં કેવા પ્રકારે આયોજન થવું જોઈએ. તેથી વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરી શકાય તે માટે અમે આજે દિવસભર ચર્ચાઓ કરવાના છે.