આજે સમગ્ર વિશ્વના ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર સન્ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે દીવના દેવળોમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક માન્યતા અનુસાર પ્રભુ ઈશુ આજના દિવસે તેમના અનુયાયીઓને મળવા માટે અને તેમને ઉપદેશ આપવા માટે આજના દિવસે સજીવન થયા હતા જેને ઈસ્ટર સન્ડેના તહેવાર તરીકે ખ્રિસ્તી સમાજ ઉજવે છે.
ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર સન્ડેની કરાઇ ઉજવણી
દીવ: આજે પ્રભુ ઈશુના પુનરાગમન દિવસને દીવના ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર સન્ડેની ઉજવણી કરવામાં આવી હતી. દીવમાં આવેલા દેવળોમાં ઈશુના અનુયાયીઓ દ્વારા ખાસ પ્રાર્થના કરાઇ હતી.
ઈસ્ટર સન્ડેની ઉજવણી કરાઇ
ગુડ ફ્રાઇડે બાદના રવિવારને ઈસ્ટર સન્ડે તરીકે મનાવવામાં આવે છે. જયારે પ્રભુ ઈશુનો વધ કરવામાં આવ્યો હતો ત્યારે શુક્રવાર હોવાનું માનવામાં આવે છે. પ્રભુ ઈશુના વધના સમયે તેમના કેટલાક શિષ્યો હાજર ન હતા જેને મળવા અને ઉપદેશ આપવા માટે ભગવાન ઈશુ ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારના દિવસે પુનઃજન્મ લઈને આવ્યા હોવાની માન્યતા છે. જેને દીવના ખ્રિસ્તી સમાજે વિશેષ પ્રાર્થના કરીને ઉજવ્યો હતો.