સંઘ પ્રદેશ દીવની શાળામાં દેશ અને વિદેશના પ્રાચીન સમયમાં ચલણમાં જોવા મળતા સિક્કા અને નોટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપીને પ્રદર્શન નિહાળ્યું હતું. ડિજિટલ યુગમાં પ્રાચીન ચલણી નોટો અને સિક્કાનું જ્ઞાન વિદ્યાર્થીઓને થાય અને જૂના સિક્કા અને નોટો જોઈ શકે જે માટે દીવની હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
દીવમાં પ્રાચીન સિક્કા અને નોટોનું લાગ્યું પ્રદર્શન - countries
દીવ: દેશ અને વિદેશના પ્રાચીન ચલણનું જ્ઞાન ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓને મળી રહે તેવા ઉદ્દેશ્યથી દીવની હાયર સેકન્ડરી શાળામાં બે દિવસીય પ્રાચીન ચલણી નોટ અને સિક્કાનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપીને દેશ અને વિદેશના ચલણની માહિતી મેળવી હતી.
આ પ્રદર્શન દીવ કલેક્ટર હેમંત કુમારના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં 202 દેશોના પ્રાચીન સિક્કા અને નોટો રાખવામાં આવી હતી. જેને જોઈને વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ થયા હતા અને દેશ અને વિદેશના વિવિધ ચલણની માહિતી એકત્ર કરી હતી. આ પ્રદર્શનમાં પથ્થર, ચામડું, પિત્તળ, તાંબા વગેરેના સિક્કા જોવા મળ્યા જે વિદ્યાર્થીઓએ પહેલીવાર જોયા હતા. આજના ડિજિટલ યુગમાં હવે આવા સિક્કા અને નોટ આવા પ્રદર્શન સિવાય કદાચ ક્યાંય જોવા મળે તેમ નથી. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રાચીન સિક્કા અને નોટોનું જ્ઞાન મળી રહે તે માટે હતો.
.