ગુજરાત

gujarat

ETV Bharat / state

દીવ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર: જાણો કયા દિવસે થશે મતદાન અને ગણતરી - Election of Diu Municipal Council

સંઘ પ્રદેશ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણી આજે જાહેર (Diu Municipality Election)કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આગામી 20 જૂનથી શરૂ થશે અને 9મી જુલાઈએ મતગણતરી પૂર્ણ થશે.

દીવ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર: જાણો કયા દિવસે થશે મતદાન અને ગણતરી
દીવ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર: જાણો કયા દિવસે થશે મતદાન અને ગણતરી

By

Published : Jun 13, 2022, 4:44 PM IST

દીવ: સંઘપ્રદેશ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીની (Diu Municipality Election)આજે જાહેરાત થતાં પર્યટન સ્થળ દીવમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણીપંચના અધિકારી ગૌરવ સિંહ રાજાવત દ્વારા આજે Election of Diu Municipal Council)પત્રકાર પરિષદ યોજીને દીવની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી.

દીવ

આ પણ વાંચોઃસંઘપ્રદેશ પ્રશાસન હવે જાહેર સ્થળોએ થૂંકવા અને માસ્ક નહીં પહેરનાર સામે કરશે કાર્યવાહી

સંઘપ્રદેશ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી જાહેર -સંઘપ્રદેશ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણી આજે જાહેર કરવામાં આવી છે. સંઘ પ્રદેશના ચૂંટણીપંચ દ્વારા નગરપાલિકાના ડાયરેક્ટર ગૌરવ સિંહ રાજાવત દ્વારા આજે દીવ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમા દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની આગામી સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર સંઘ પ્રદેશ દીવમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આગામી 20 જૂનથી શરૂ થશે અને 9મી જુલાઈએ મતગણતરી પૂર્ણ થયા બાદ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરાશે.

આ પણ વાંચોઃદીવ ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લો, તંત્રએ લીધો આ મોટો નિર્ણય

7મી જુલાઇએ મતદાન યોજાશે -સંઘ પ્રદેશ દીવની સામાન્ય ચૂંટણીના આજે જાહેર થઇ છે, અને ચૂંટણીના પરિણામ એટલે કે 9 મી જૂલાઇ સુધી પર્યટન સ્થળ એવા પ્રદેશમાં ચૂંટણી પર્યટનનો માહોલ પણ આટલો જ જોવા મળશે, કોંગ્રેસ, ભાજપ સહિત તમામ રાજકીય પક્ષના કાર્યકરો અને નેતાઓ સંઘ પ્રદેશ દીવમાં રાજકીય પર્યટન માટે સભાઓ પણ ગજવતા જોવા મળશે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના 13 વોર્ડમાં અંદાજીત 10649 મહિલાઓ અને 8794 પુરુષ મતદારો મળીને કુલ 19443 જેટલા મતદારો આગામી 7મી જુલાઇએ પોતાના નગરસેવકને પસંદ કરવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે.

ABOUT THE AUTHOR

...view details