દીવ: છેલ્લા એક મહિનાથી કોરોના વાઇરસે હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દીવમાં આરોગ્ય પર્યટન અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હોટેલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન 10 જેટલી હોટેલોમાં કેટલીક અનિયમિતતા બહાર આવતા હોટેલ સંચાલકોને નોટિસ પાઠવીને તાકીદે સાવચેતના ભાગરૂપે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસને લઈને દીવની હોટેલોમાં કરાઈ તપાસ - જિલ્લા વહિવટી તંત્ર
કોરોના વાયરસના ખતરાને લઈને સંઘ પ્રદેશ દીવની હોટેલોમાં પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને સંભવિત કોરોના વાયરસનો ખતરો દૂર રાખી શકવામાં મદદ મળી શકે.
કોરોના
સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર દેશ અને દુનિયામાંથી પર્યટકો આવતા હોય છે. ત્યારે તેની સુરક્ષાને ધ્યાને લઈને દીવ પર્યટન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દીવની તમામ હોટેલોમાં ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈને સંભવિત કોરોના વાઇરસનો ખતરો દૂર રાખી શકવામાં મદદ મળી શકે.