- વર્ષ 2021 નાં પ્રથમ સૂર્યોદયના માણો આહલાદક દ્રશ્યો
- દીવનાં બીચ પર જોવા મળ્યો સૂર્યના પ્રથમ કિરણનો અદભુત નજારો
- સૂર્યના કિરણોનો અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા
દીવ : સમગ્ર વિશ્વની સાથે ભારત માટે પણ વર્ષ-2020 ઘણા જ ચડાવ-ઉત્તાર વાળું રહ્યું. ત્યારે આજથી શરૂ થતા નવ વર્ષ-2021નાં નૂતન પ્રભાતે સંઘ પ્રદેશ દિવના વિવિધ બીચ પર સૂર્યનું પ્રથમ કિરણ દેખાતા અદભૂત નજારો જોવા મળ્યો હતો.
2021ના પ્રથમ પ્રભાતે દીવનાં વિવિધ બીચ પર સૂર્યોદયના આહલાદક દ્રશ્યો દીવ વાસીઓએ નૂતન વર્ષના પ્રભાતે કરી પ્રાર્થના
જ્યાં સૂર્યના કિરણોનો પ્રથમ પાત થાય છે ત્યારે રેતી પણ સોનેરી રૂપે ચળકી ઉઠે છે. તેવા સંઘ પ્રદેશ દિવના વિવિધ બીચ પર નૂતન વર્ષ-2021 નાં મંગલ પ્રભાતે સૂર્યોદય સમયે અદભુત નજારો જોવા મળ્યો હતો. દિવના બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે જેણે તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે, તેવા ઘોઘલા બીચ,નાગવા બીચ,જલન્ધર બીચ પર આવેલા આઈ.એન.એસ.ખુકરી સ્મારક અને સમુદ્ર વચ્ચે આવેલી પાણી કોઠાની ગઢીનાં અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. કોરોનાની મહામારીને લઈ વર્ષ-2020 અનેક ચડાવ-ઉતાર વાળું રહ્યું. 2020નાં વર્ષમાં સમગ્ર વૈશ્વિક સમાજ ઘણું શીખ્યો.
2021ના પ્રથમ પ્રભાતે દીવનાં વિવિધ બીચ પર સૂર્યોદયના આહલાદક દ્રશ્યો 2021ના પ્રથમ પ્રભાતે દીવનાં વિવિધ બીચ પર સૂર્યોદયના આહલાદક દ્રશ્યો