- 31 ડિસેમ્બરને લઈ દીવમાં ટુરિસ્ટો ઘટ્યા
- કોરોના કારણે અનેક કાર્યક્રમો અને આયોજનો થયા રદ્દ્
- દીવ હોટલના માલિકો નિરાશ જોવા મળ્યા
દીવઃ સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવમા થર્ટી ફસ્ટને લઈ મોટે ભાગે સહેલાણીઓનો જમાવડો રહેતો હોય છે. પરંતુ આ વર્ષે થર્ટી ફર્સ્ટની ઉજવણી નહી થતાં પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ હોટલો ખાલી ખમ હોવાથી હોટલ માલિકો પણ ચિંતાતુર થયા હતાં.
વર્ષના અંતિમ દિવસને માણવા દીવમાં પ્રવાસીઓનું આગમન ઘટ્યું
2020ને બાય બાય કરવા અને 2021ને વેલકમ કરવા દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રવાસીઓનો દીવમાં જમાવડો જોવા મળ્યો નહતો. દીવનાં નાંગવા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળતો હોય છે. પંરતુ આ વર્ષે કોવિડને કારણે લોકોને ઘરમાં જ રહેવું પડ્યુ છે. જો કે લોકોને આશા છે કે 2021નું વર્ષ શાનદાર રહેશે. જો કે કેટલાક લોકો મોજ મજા અને મસ્તી કરવા તેમજ નવા વર્ષને આવકારવા દીવ પહોંચ્યા હતાં.
દીવ હોટેલ માલિકો નિરાશ