દમણ: કોરોના વાઈરસના કહેર વચ્ચે દેશમાં મેડિકલ સહિતની સામગ્રીની ખરીદી માટે દમણના સાંસદ લાલુભાઈ પટેલે પોતાના MP ફંડમાંથી 1 કરોડ રૂપિયાની સહાય કરી હતી. જે બાદ મંગળવારે વધુ એક કરોડની સહાય કરી છે.
કોરોના વાઈરસ અને લોકડાઉનઃ સાધન સામગ્રીની સહાય માટે સંઘપ્રદેશના સાંસદોએ આપ્યા 1-1 કરોડ - Union territory
દેશમાં ફેલાયેલા કોરોના સંક્રમણને નાથવા દેશમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સાંસદો પણ આગળ આવ્યાં છે. જેમાં દમણ અને સેલવાસના સાંસદોએ એક-એક કરોડની ધનરાશી મુખ્ય પ્રધાન રાહત ફન્ડમાં આપ્યા બાદ વધુ એક-એક કરોડની ધનરાશી આપી છે.
સાધન સામગ્રીની સહાય માટે સંઘપ્રદેશના સાંસદોએ આપ્યા 1-1 કરોડ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પણ એક એક કરોડ એમ બે કરોડની સહાય પોતાના MPLAD ફંડમાંથી કરી છે. આ રકમ તેઓએ મુખ્યમંત્રી ફન્ડમાં અને પોતાના પ્રદેશમાં જરૂરી મેડિકલ સાધન સામગ્રી ખરીદવા માટે આપી છે.