- સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ દીવની ચાર દિવસીય મુલાકાતે
- અહીં તેઓ જિલ્લાના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરશે
- દીવમાં ચાલી રહેલા વિકાસના કામોનું કરશે જાત નિરીક્ષણ
દીવઃ સંઘ પ્રદેશ દિવના પ્રશાસક પ્રફુલ પટેલ ચાર દિવસની દીવની મુલાકાતે આવ્યા છે. તેઓ ચાર દિવસ દરમિયાન દીવમાં ચાલી રહેલા વિકાસના કામોનો જાત નિરીક્ષણ કરશે. શુક્રવારે વહેલી સવારે દીવ પહોંચેલા પ્રશાસક પ્રફુલ પટેલે જિલ્લા કલેકટર સલોની રાય સહિત જિલ્લાના તમામ અધિકારીઓ સાથે જે જગ્યા પર વિકાસના કામોનું અને ખાસ કરીને પર્યટન ઉદ્યોગને વેગ આપી શકાય તેવા સ્થળની જાત મુલાકાત કરી હતી. તેમજ જે કામો ચાલી રહ્યા છે તેને લઈને અધિકારીઓને સલાહ સુચન પણ આપ્યા હતા.
સંઘ પ્રદેશ દીવમાં ઘોઘલા નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે. વડા પ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેને લઇને પ્રફુલ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે અહીં મુલાકાત કરી હતી અને કામની પ્રગતિને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ નવું અતિથિગૃહ પણ બનવા જઈ રહ્યું છે તેને લઈને પણ પ્રફુલ્લ પટેલે સ્થળની મુલાકાત કરી હતી અને અહીં ચાલી રહેલા કામો અંગે જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીઓ પાસેથી માહિતી પ્રાપ્ત કરીને તાકીદે આ કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે અંગે અધિકારીઓને સુચનાઓ પણ આપી હતી.