જૂનાગઢ : થોડા મહિના પહેલા તેલંગાણાના હૈદરાબાદમાં એક યુવતી પર જાતિય દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલી જાતિય દુષ્કર્મની ઘટનાને લઈને હૈદરબાદના વિકારાબાદનો ચંદ્રકાન્ત નામનો યુવાન 30 હજાર કિમીની સાઇકલ યાત્રા પર નીકળી પડ્યો છે. જે સંઘ પ્રદેશ દીવ ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાતિય દુષ્કર્મ સામે અહિંસક લડાઈ : હૈદરાબાદનો યુવાન સાઇકલ પર પહોંચ્યો સંઘ પ્રદેશ દીવ - હૈદરાબાદમાં જાતિય દુષ્કર્મ
હૈદરાબાદમાં સામુહિક જાતિય દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટના બની હતી. જેની સામે હૈદરાબાદનો જ યુવાન સાઈલક યાત્રા પર નીકળી પડ્યો છે. ચંદ્રકાન્ત નામના યુવાનનું હદય દ્રવી ઉઠતા જાતિય દુષ્કારની સામે લડાઈ લડવા 30 હજાર કિમીની સાઇકલ યાત્રા કરવાનો લક્ષ્ય હાથ ધર્યો છે. જે સંઘ પ્રદેશ દીવમાં આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદમાં જાતિય દુષ્કારની ઘટના બાદ ચંદ્રકાન્ત પોતાને કોઈ બહેન નહિ હોવાને કારણે વ્યથિત થયો હતો. તેમજ જાતિય દુષ્કર્મ આચારનારાઓને માતા, દીકરી, બહેન, પત્ની વગેરેના સંબંધોનું ભાન થાય તેમજ જાતિય દુષ્કર્મની ઘટના બનતી અટકે તેમજ દરેક પરિવારમાં બહેનનું કેટલું મહત્વ છે. તેને લઈને સાઇકલ પર ભારત ભ્રમણ યાત્રા પર નીકળી પડ્યો છે. તેણે 210 દિવસમાં યાત્રા પૂર્ણ કરીને જાતિય દુષ્કર્મ વિરુદ્ધ જન જાગૃતિ ફેલાવીને સમાજમાં આવા અપરાધોનું પ્રમાણ અટકે તેવા સંદેશા સાથે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહ્યો છે.