ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં દરિયા કિનાર પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ કરી - Latest news of Young man dead body

દ્વારકા: તાલુકાના શિવરાજપુર બીચ દરિયા કિનારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને દ્વારકા પોલીસે કબ્જો લઈ તપાસ માટે દ્વારકા સરકારી હૉસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને યુવાન કોણ છે અને સ્થાનિક છે કે યાત્રાળુ તેની તપાસ શરુ કરી હતી.

Dwarka

By

Published : Sep 28, 2019, 5:29 PM IST

દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ નજીક દરિયાઈ પથ્થર રોડ ઉપર એક અજાણ્યા યુવકનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે દ્વારકા પોલીસને જાણ કરતા દ્વારકા પોલીસે ટીમ સ્થળ ઉપર આવી અને મૃતદેહની તપાસ કરી હતી.

દ્વારકામાં દરિયા કિનાર પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ કરી

મરણ જનાર પીળા કલરનું ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન મરણ જનાર પાસેથી કોઈ જાતની ઓળખ મળી આવી ન હતી. પોલીસના જણાવ્યાં અનુસાર એક અથવા બે દિવસ પહેલા યુવક પાણીમાં પડ્યો હોઈ શકે. દ્વારકા પોલીસની ટીમે મૃતદેહનો કબ્જો લઇ તેને દ્વારકા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને આ યુવાન કોણ છે સ્થાનિક કે યાત્રાળુ તેની તપાસ શરુ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details