સામાન્ય દિવસોમાં યાત્રાધામ દ્વારકાધિશનાં મંદિરે સવારથી બપોર સુધીમાં બે અને સાંજે પાંચ વાગ્યા પછી ત્રણ ધ્વજા ચઢાવવાનો ઉપક્રમ છે. પરંતુ કુદરતી તોફાનના સમયે તેમાં ફેરફાર કરવામાં આવે છે.તેની પાછળનું કારણ સલામતી છે. હાલમાં વાયુ વાવાઝોડાથી ગુજરાતનો કાંઠો પ્રત્યક્ષ રીતે પ્રભાવીત નથી થયો. પરંતુ તેની અસરો સંપુર્ણ સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. જેથી જિલ્લા કલેક્ટરે ધજાને અડધી કાઠીએ ચઢાવવાની સુચના આપી હતી. હાલમાં જે ધજા હતી તેને ઉતારવાના બદલે તેની નીચે જ બીજી ધજા ચઢાવવામાં આવી હતી. જેના કારણે મંદીરના ગુંબજ પર એક સાથે બે ધજા ફરકતી જોવા મળી હતી.
કુદરતી આફત સમયે દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજા ફરકાવાય છે, ખબર છે કેમ ? - two banner on temple
દેવભૂમિ દ્વારકાઃ વાયુ વાવાઝોડાએ ગુજરાતને બક્ષી દીધુ છે, પરંતુ તેની અસર યથાવત છે. જેથી સલામતીને ધ્યાનમાં રાખીને એકસાથે બે ધજા ચઢાવાઈ હતી. કુદરતી આફતના સમયે પ્રશાસનની સૂચનાથી ધજા ચઢાવવાનાં ક્રમમાં ફેરફાર કરવામાં આવે છે. તો આ પાછળ ધાર્મિક મહત્વ પણ રહેલું છે.
કુદરતી આફત સમયે દ્વારકાધિશ મંદિરે કેમ બે ધજા ફરકે છે?
બીજી બાજુ બે ધજા ફરકાવવા પાછળ ધાર્મિક મહત્વ પણ રહેલુ છે. એવી માન્યતા છે કે જ્યારે પણ બે ધજા ફરકાવવામાં આવે ત્યારે સામે આવેલુ સંકટ ટળી જાય છે અથવા તો તેની અસર નબળી પડે છે.