- કોલવા - કંડોરણા માર્ગનું કામ 3 વર્ષથી અધૂરું
- આ માર્ગ ખંભાળિયા- ભાણવડના 30 જેટલા ગામડાઓને લાલપુર સાથે જોડે છે
- અનેક વાર રજૂઆત કરવા છતાં કામ પૂર્ણ ન થવાથી ગ્રામજનોમાં આક્રોશ
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કોલવા- કંડોરણાના રોડ કે જે ખંભાળિયા અને ભાણવડ તાલુકાના 30 જેટલા ગામડાઓને જોડતો ટૂંક માર્ગ છે. જે વર્ષોથી જર્જરીત હોવાથી અનેક રજૂઆતો બાદ પર તંત્રના પેટનું પાણી નથી હલતું તેમ જણાવી ગ્રામજનોએ ઊંચ કક્ષાએ રજૂઆત કરી હતી. એટલું જ નહીં જર્જરીત પુલ અને રસ્તાને કારણે વરસાદ દરમ્યાન લોકોને કામ કાજ અર્થે તેમજ બાળકોને સ્કૂલએ જવામાં પણ ખુબ જ હાલાકી પડતી હોય છે.
કોલવા - કંડોરણા માર્ગનું કામ 3 વર્ષથી પૂર્ણ ન થતાં ગ્રામજનો આક્રમક મુડમાં જોવા મળ્યા આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ
ગ્રામજનોએ રોડનું કામ તાકીદે શરૂ કરવા અપીલ કરી
30 કિલોમીટરનો રસ્તો ટૂંક માર્ગમાં 6 કિમિમાં કપાઈ જતો હોવાથી લોકોની સુખાકારી વધારવા સરકારે ત્વરિત આ રસ્તો રીપેર કરાવી આપવાની લોકોએ માગ કરી હતી. આ 3 વર્ષથી મંજુર થયેલું રોડનું કામ (Road work) તાકીદે શરૂ કરવા અપીલ કરતા ગ્રામજનો આગળ આવ્યા હતા.
આ પણ વાંચો: દ્વારકા જિલ્લાના શક્તિનગર ગામેથી સામે આવી વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી
- ખંભાળિયા તાલુકામાં આવેલા શક્તિનગર ગામની સરકારી પડતર જમીનમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ 26 સપ્ટેમ્બરે રાત્રે JCB જેવા મશીનો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી ગયા હોવાની જાણ ગામના લોકોનો થતા ગ્રામજનોએ સ્થળ પર પહોંચી ખનીજ વિભાગને જાણ કરી હતી. ખનીજ વિભાગે સ્થળ પર પહોંચીને પંચરોજકામ સહિતની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી ખનિજચોરોને પકડવા કવાયત તેજ કરી હતી.
- અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડિપ્રેશનના પગલે આજે 29 સપ્ટેમ્બરે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. સલામતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સાવચેતીના ભાગ રૂપે દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવા પણ સૂચના અપાઈ છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને કોઈ ટોકન ઇસ્યુ ન કરવા તેમજ માછીમારી ન કરવા અંગે સ્પષ્ટ સૂચના અપાઈ છે.