ગુજરાત

gujarat

ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાથી ઓખાની કનકાઈ જેટીને થયું મોટું નુકસાન - DWK

દ્વારકાઃ વાયુ વાવાઝોડાની અસરથી અનેક સ્થળ પર નાનામોટી નુકસાની થવા પામી છે, તો ઓખા કોસ્ટ ગાર્ડ પાર્કિંગ વિસ્તારમાં પણ આવેલા સમુદ્રના પાણીની લહેરોથી મજબુત કનકાઈ જેટીને મોટું નુકશાન થયું છે.

િ્ુપ

By

Published : Jun 18, 2019, 8:13 PM IST

Updated : Jun 18, 2019, 10:56 PM IST

ગુજરાતના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે.તો સ્થાનિક માછીમારોની બોટની સાથે-સાથે દરિયાઈ સુરક્ષા એજન્સીઓને પણ નુકસાન થયું છે. તો ઓખા નજીકના કોસ્ટગાર્ડ સ્ટેશનની પેટ્રોલિંગ બોટોને પાર્કિંગ કરવામાં આવે છે, તે કનકાઈ જે.ટી.ને વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું છે. તો આ જે.ટી.ઓખા મેરીટાઈમ બોર્ડના વિસ્તારમાં આવેલી હોવાથી ઓખા કોસ્ટ ગાર્ડ દ્વારા ઓખા મેરી ટાઈમ બોર્ડને પણ જાણ કરવામાં આવી છે,ત્યારે આ અંગે ઓખા મેરી ટાઈમ બોર્ડના સિવલ વિભાગ દ્વારા સર્વે કરાવીને કનકાઈ જે.ટી.ને રીપેરીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાથી ઓખાની કનકાઈ જેટીને થયું મોટું નુકસાન
Last Updated : Jun 18, 2019, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details