દેવભૂમિ દ્વારકા: આજે વસંત પંચમી ઉત્સવ ભગવાન દ્વારકાધીશના મંદિરમાં (Vasant Panchami celebration at Dwarka temple)પૂજારી પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે. વસંત પંચમીના દિવસે (Vasant Panchami Festival )ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર બપોરે 1 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. વસંત પંચમીના ઉત્સવના દિવસે ભગવાન દ્વારકાધીશમંદિરમાંના ગર્ભ ગૃહમાં પૂજારી પરિવાર દ્વારા એક આંબાનું વૃક્ષને રોપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃદ્વારકા મંદિરમાં વસંતપંચમીના દિવસે દર્શન સમયમાં ફેરફાર
વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઊજવણી કરવામાં આવી
આજના દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. આજ ભગવાન દ્વારકાધીશના સ્વરૂપને ગાલના ભાગમાં પૂજારી દ્વારા અબીલ ગુલાલથી ભગવાનને ખેલવામાં આવ્યા છે. વસંત ઋતુથી લઈ ફાગણ હોળાષ્ટક સુધી ભગવાન દ્વારકાધીશને અબીલ ગુલાલથી હોળી ઉત્સવ સુધી પૂજારી પરિવાર ખેલતા હોય છે. વસંત પંચમી ઉત્સવ નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ધાણી, દાળિયા, ખજૂરનો ભોગ લગાવવામાં આવે છે અને વસંત પંચમીના ભગવાન દ્વારકાધીશની વિશેષ આરતી પૂજારી પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ઊજવવામાં આવી હતી. દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને દ્વારકાધીશનો જયનાદ કર્યો હતો.
આ પણ વાંચોઃદ્વારકા જિલ્લામાં તેજ પવન સાથે ધુમ્મસની ચાદર, દરિયામાં 3થી 3.50 મીટર જેટલા મોજા ઉછાળ્યાં