ગુજરાત

gujarat

ETV Bharat / state

Board Exam : ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અંતર્ગત કરી અનોખી પહેલ - 10 અને 12 બોર્ડની પરીક્ષાને અંતર્ગત કરી અનોખી પહેલ

દ્વારકા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. આજથી શરુ થઈ બોર્ડની પરીક્ષામાં બેટ દ્વારકા ટાપુ પર રહેતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની મદદ માટે ઓખા મરીન પોલીસ આગળ આવી છે. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે ઓખા મરીન દ્વારા તેમની મરીન પોલીસની બોટમાં વિદ્યાર્થીઓને જેટી પર આવવાની વ્યવસ્થા કરાઇ છે.

Board Exam : ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અંતર્ગત કરી અનોખી પહેલ
Board Exam : ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અંતર્ગત કરી અનોખી પહેલ

By

Published : Mar 14, 2023, 4:01 PM IST

Board Exam : ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને અંતર્ગત કરી અનોખી પહેલ

દેવભૂમિ દ્વારકા : ઓખા મરીન પોલીસે પરીક્ષાને ધ્યાનમાં રાખી બેટ દ્વારકાથી ઓખા પહોંચવા માટે અનોખી પહેલ કરી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે મોડા ન પડે તે માટે તથા કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના Psi દેવ વાંઝા તથા બેટ પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરી આપેલ અને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

મરીન પોલીસ દ્વારા અનોખી પહેલ :દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ ટાપુ પર આવવા જવા માટે બોટ સિવાય કોઈ બીજો રસ્તો નથી, ત્યારે બોર્ડના વિધાર્થીઓને પરિક્ષા ખંડમાં પહોંચવા કોઈ મુશ્કેલી ના પડે એ માટે જિલ્લા એસ.પી.નીતીશ પાંડેય અને નાયબ પોલીસ અધિક્ષક પ્રજાપતિની ટીમ બોર્ડના વિધાર્થીઓની મદદે આવી છે.

આ પણ વાંચો :Board exams : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ

આજથી શરુ થઈ બોર્ડની પરીક્ષા :આજથી શરુ થઈ બોર્ડની પરીક્ષામાં બેટ દ્વારકા ટાપુ પર રહેતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની મદદ માટે ઓખા મરીન પોલીસ આગળ આવી છે. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે ઓખા મરીન દ્વારા તેમની મરીન પોલીસની બોટમાં વિદ્યાર્થીઓને જેટી પર આવવાની વ્યવસ્થા કરાઇ છે. એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પરીક્ષાની શુભેચ્છા આપી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Board Exam: પરીક્ષા વખતે અને પરીક્ષા પછી શું કરવું તે અંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકે વિદ્યાર્થીઓને આપ્યા સૂચનો

પોલીસની વ્યવસ્થાથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી :મરીન પોલીસ દ્વારા વિધાર્થીને પરીક્ષાખંડમાં ઉપયોગમાં આવે એવા ભેટ સ્વરૂપે પેન, પેન્સિલ જેવા ઉપહારો આપીને વિધાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. પરીક્ષામાં કામ આવે એવા માર્ગદર્શન દ્વારા એમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. દ્વારકા જિલ્લા પોલીસની આ સુંદર વ્યવસ્થાથી વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details